પ્રવિણ તોગડિયાએ ટવીટ કરતા કહ્યું કે અમદાવાદ ઓફિસ AHP પર ગુંડાઓની સાથે ગુજરાત પોલીસે અમારી પર હુમલો કર્યો છે. કોર્ટના તરફથી અમને વણિકર ભવન ઓફિસનો હક મળ્યો છે પરંતુ તેઓ કોર્ટને નથી માનતા. માર રૂમ અને બાકી તાળાઓ તોડીને અમારો સામાન, ભગવાનની મૂતિઓ રોડ પર ફેકી છે. સત્તાની મદદથી અમારી પર દમન કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે,પાલડીના વણિકર ભવનમાં AHP અને VHPના કાર્યકરો આમને સામે આવી ગયા હતા. અને અફરાતરીનો મહોલ સર્જાયો હતો. એક સમયે મોદીના ખાસ ગણાતા પ્રવિણ તોગડીયાએ અયોધ્યા માંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)માંથી અલગ થઈને પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ની સ્થાપના કરી હતી.