ગાંધીનગર- પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ-પી.એમ સ્વનિધિ યોજના અંગે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કેન્દ્રીય પ્રધાન હરસીમરત કૌર બાદલ અને ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતે આવા નાના કારીગરો-શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અન્વયે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર બે ટકાના વ્યાજે આપવાની જે સંવેદના દર્શાવી છે તેની ભૂમિકા આપી હતી.
