- મ્યુકોરમાઈકોસીસ માટે અહીંયા દર્દીઓ નહીં લેવાય
- દર્દીઓની સર્જરી માટે સોલા સિવિલ સહિત હોસ્પિટલમાં દર્દીઓને મોકલી દેવાશે
- 200 લોકોની કેપેસિટી ધરાવતો પોસ્ટ કોવિડ વોર્ડ શરુ
અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલતી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની ચાલતી ટ્રીટમેન્ટ અંગે સ્વજનોને માહિતી ન અપાતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો હતો. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે દર્દીઓની વિગતો દિવસમાં ચાર વખત આપવામાં આવતી હોય છે. સાથે જ દર્દીઓની સારવાર પૂરતી મળી રહે તે માટે 200 દર્દીઓને રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા માટે વધુ કેપેસિટી ધરાવતો post-covid વૉર્ડ શરૂ કરાયો છે. મહત્વનું છે કે કોરોના થયાં બાદ અનેક દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ પણ જો મળી રહ્યો છે ત્યારે આ હોસ્પિટલમાં Mucormycosisના દર્દીઓને દાખલ નહીં કરાય.
આ પણ વાંચોઃ Mucormycosis: બ્લેક, વ્હાઇટ, રેડ, યલો, ક્રીમ ફંગસના પ્રકાર સૌથી પહેલા ETV Bharat પર
QR કોડનો સારવારમાં થશે ઉપયોગ
DRDO ધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લઇ માટે Gmdc ખાતે પોસ્ટ કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દાખલ થવા માટે એક QR કોડ આપવામાં આવ્યો છે જેમાં દર્દીની માહિતી આપવામાં આવશે અને ત્યાર બાદ દર્દીની સારવાર શરૂ કરશે. સામાન્ય ઓક્સીજનની જરૂરિયાતવાળાઓ દર્દીઓને પણ દાખલ કરાશે. મહત્વનું છે કે નોર્મલ ઓક્સીજનની જરૂર હોય તેવા દર્દીઓને લેવામાં આવશે. પોસ્ટ કોવિડ રીકવરી માટે એક્સરસાઇઝ કરાવવામાં આવશે. સારવાર માટે દર્દીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
QR કોડમાં દર્દીની માહિતી આપવામાં આવશે અને ત્યાર બાદ દર્દીની સારવાર શરૂ કરાશે
આ પણ વાંચોઃ GMDCમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા ડ્રાઇવ થ્રુ વેક્સિન અંગે નીતિન પટેલે કહ્યું, એ બાબતે હું અજાણ છું