ETV Bharat / city

Pollution of Sabarmati river: હાઈકોર્ટ ગાંધીનગર મહાપાલિકાને પણ પક્ષકાર તરીકે જોડાવા કર્યો નિર્દેશ - Indira Gandhi Bridge

સાબરમતી નદીનો પ્રદૂષણ વિવાદ(Pollution of Sabarmati river ) ખૂબ પ્રસરી રહ્યો છે. આ મુદ્દે ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહેલી છે. જ્યારે હાઈકોર્ટે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. ગેરકાયદેસર કનેક્શનો(Illegal connection ) કાપવાની માહિતી કોર્ટ સમક્ષ કોર્પોરેશને રજૂ કરી હતી.

Pollution of Sabarmati river: હાઈકોર્ટ ગાંધીનગર મહાપાલિકાને પણ પક્ષકાર તરીકે જોડાવા કર્યો નિર્દેશ

author img

By

Published : Mar 25, 2022, 8:49 PM IST

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ વિવાદ દિવસેને દિવસે વધુ ફેલાતો જઈ રહ્યો છે ત્યારે, આ મુદ્દે ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દો ચાલી રહ્યો છે . જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ 20 ગેરકાયદે કનેક્શન શોધ્યા છે. હાઈકોર્ટે આ યુનિટ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવે છે. સાથે સાથે ગેરકાયદે કનેક્શનો(Illegal connection ) કાપવાની કામગીરી પણ ચાલુ હોવાની માહિતી કોર્ટ સમક્ષ કોર્પોરેશને રજૂ કરી છે.

હેમાંગ શાહે જણાવ્યું કે આ વખતે મે એ પણ રજૂઆત કરી છે કે , ઇન્દિરા ગાંધી બ્રિજ પરથી પણ ઘણો બધો કચરો સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યો છે

ગાંધીનગર હદ વિસ્તારમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે - આ મામલે એક નવો વળાંક આવ્યો છે જેમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે સાબરમતી નદીમાં ગાંધીનગર હદ વિસ્તારમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જેથી હાઈકોર્ટે નોટિસ(High Court notice) પાઠવી જવાબ રજૂ કરવા કહ્યું છે.જેમાં અમદાવાદ કોર્પોરેશન, GPCB અને અમદાવાદના રહેણાંક સોસાયટી બાદ ગાંધીનગર કોર્પોરેશનને સાબરમતી નદીમાં ફેલાતા પ્રદૂષણના મામલે તેથી ગાંધીનગર મહાનગરપાલિકાને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે વકીલ હેમાંગ શાહે જણાવ્યું કે આ વખતે મે એ પણ રજૂઆત કરી છે કે , ઇન્દિરા ગાંધી બ્રિજ(Indira Gandhi Bridge) પરથી પણ ઘણો બધો કચરો સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યો છે, આ ઉપરાંત AMC(Ahmedabad Municipal Corporation) વકીલે પણ રજૂઆત કરી હતી કે આ બાબત સાચી છે અને આ મામલે ગંભીર એક્શન લેવામાં આવે એ જરૂરી છે.

આ પણ વાંચો: સાબરમતી નદીના પ્રદૂષણ અંગે જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે

અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ 20 જેટલા ગેરકાયદે કનેક્શન શોધ્યા છે - પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવે છે. સાથે સાથે ગેરકાયદેસર કનેક્શનો કાપવાની કામગીરી પણ ચાલુ હોવાની માહિતી કોર્ટ સમક્ષ કોર્પોરેશનને રજૂ કરી છે. આ ઉપરાંત સાબરમતી નદીમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ડ્રોન મારફતે ઝડપથી સર્વેલન્સની(Drone surveillance) કામગીરી શરૂ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. આ બાબતે જોઇન્ટ ટાસ્ક ફોર્સ કમિટીએ સૂચન પણ આપ્યું હતું. ઉપરાંત અમદાવાદના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(Sewage treatment plant ) અને કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની(Common effluent treatment plant) કાર્યક્ષમતા બાબતના રિપોર્ટ 8 એપ્રિલ સુધીમાં રજૂ કરવા પણ કોર્ટે કહ્યું છે.

આ પણ વાંચો: Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી

પ્રદૂષણ નિયંત્રણ માટે બોર્ડ મારફતે ડ્રોન સર્વેલન્સ - સાબરમતી નદીના ગાંધીનગર અમદાવાદ વચ્ચેના હિસ્સામાં ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Municipal Corporation) હદમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યા બાદ હાઈકોર્ટે ગાંધીનગર કોર્પોરેશનને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. સાથે જ સાબરમતી નદી પ્રદૂષણને રોકવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(Gujarat Pollution Control Board) ડ્રોન મારફતે સર્વેલન્સ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે , ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી કોર્પોરેશનની સુરજ લાઈનમાં રાખવાની છૂટ માંગે ઉદ્યોગ ગ્રહની અરજીઓને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટનો એવું હતું કે પ્રદૂષણ ફેલાવવાની કોઈને પણ છૂટ આપી શકાય નહીં તેમજ આગામી 8મી એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.