- અમદાવાદમાં પ્રદૂષણ જોખમી બન્યું
- અનલોકમાં વાહનોની અવરજવર વધી
- ઉદ્યોગોનો ધૂમાડો ઝેર ઓકી રહ્યો છે
અમદાવાદઃ લૉકડાઉન હતું ત્યારે અમદાવાદમાં પ્રદૂષણનું લેવલ ઝીરો બરાબર બની ગયું હતું, વાહનોની અવરજવર સાવ બંધ હતી. પ્રદૂષણ ન હોવાને કારણે અમદાવાદ શહેરમાં લીલી વનરાજી છવાઈ ગઈ હતી. રોડના ડિવાઈડર પર આવેલ ઝાડ, પાન અને છોડ લીલાછમ હતા, હવે જ્યારે અનલૉક- 6 જાહેર થયું છે, જેને કારણે વેપાર-ધંધા શરૂ થઈ ગયા હોવાથી જે પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે.
અમદાવાદનો એર કવૉલિટી ઈન્ડેક્સ 239 પર પહોંચ્યો
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. આ સંજોગોમાં તહેવારોની ચારેકોર ઘરાકી નીકળી છે. રોડ રસ્તા પર ટ્રાફિકજામના દૃશ્યો છે અને ઉદ્યોગો ધમધોકાર શરૂ થઈ ગયા છે. આમ, અમદાવાદનો એર કવૉલિટી ઈન્ડેક્સ આજે એકાએક વધીને 239 નોંધાયો છે, જે ભયજનક કહી શકાય.
40 લાખથી વધુ વાહનોથી પ્રદૂષણ વધ્યું
અમદાવાદમાં 40 લાખથી વધુ વાહનોની સંખ્યા છે, અને લાખો ફેક્ટરીઓ ધૂમાડાના રૂપમાં હવામાં ઝેર પ્રસરાવે છે. વાહનોનો ધૂમાડો અને ઉદ્યોગોનું વાયુ અને પાણીના પ્રદૂષણને કારણે એક કવૉલિટી ઈન્ડેક્સ નોંધપાત્ર વધીને આવ્યો છે. આથી સાંજ પડે આકાશ ધૂંધળું બની જાય છે. અને આંખોમાં લાય બળે છે. લૉકડાઉનમાંથી જેમ જેમ છૂટ મળતી જાય છે તેમતેમ પ્રદૂષણ વધશે. અને હજી તો દિવાળીના ફટાકડા ફૂટશે તો પ્રદૂષણ વધશે જ.