- કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું 24 નવેમ્બર 2020ના થયું હતું નિધન
- પટેલ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર તરીકે બજાવી રહ્યા હતા ફરજ
- અહેમદ પટેલ માત્ર 25 વર્ષની વયે સાંસદ બન્યા હતા
ન્યૂઝ ડેસ્ક : કોંગ્રેસના પીઢ નેતા અને ચાણક્ય અહેમદ પટેલના (AHMED PATEL) નિધનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેઓનું 25 નવેમ્બર 2020ના રોજ નિધન થયું હતું. તેમના નિધન બાદ રાજકીય આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, ત્યારે આજે તેમની પ્રથમ પુણ્યતિથિ (Ahmed Patel Death Anniversary) પણ જાણીએ કે તેઓએ કેવી રીતે પોતાની રાજકીય સફર (POLITICAL JOURNEY ) શરૂ કરી....
પિતાનો અનુભવ લાગ્યો કામ
અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ, 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ ઈશકજી પટેલ અન માતા હવાબેન મોહમ્મભાઈ હતું. એવું કહેવામાં આવે છે કે, તેમના પિતા કોંગ્રેસમાં હતા અને તેમના પિતાનો અનુભવ તેમને કામ લાગ્યો હતો.
અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર
અહેમદ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ હતા. અહેમદ પટેલ 2001થી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા. તેઓ ગાંધી અને નહેરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે.
1976થી રાજનૈતિક સફરની કરી હતી શરૂઆત
અહેમદ પટેલના લગ્ન 1976માં મેમૂના અહેમદ સાથે થયા હતા, તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. અહેમદ પટેલે તેમની રાજનૈતિક સફરની શરૂઆત 1976 માં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીથી કરી હતી. ત્યાર બાદ તેઓ પંચાયતના અધ્યક્ષ બન્યા હતા. પછી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. અહેમદ પટેલ રાજ્ય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અહેમદ પટેલે ઝંપલાવ્યું હતું. જેમાં ઈન્દિરા ગાંધી હારી ગયા હતા. જોકે, આ ચૂંટણીમાં અહેમદ પટેલ જીતી ગયા હતા અને તેઓ પહેલીવાર લોકસભામાં સાંસદ બન્યા હતા.
ત્રણ વખત લોકસભાના અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહ્યા
અહેમદ પટેલે આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ત્રણ વખત એટલે કે 1977, 1980 અને 1984માં લોકસભાના સાંસદ બન્યા હતા અને પાંચ વખત એટલે કે, 1993, 1999, 2005, 2011 અને 2017માં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા. 9 ઓગસ્ટ, 2017ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેઓ ભાજપના ઉમેદવાર બળંવતસિંહ રાજપુતને હરાવીને જીત્યા હતા. 21 ઓગસ્ટ, 2018ના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ટ્રેઝરર તરીકે નિમ્યા હતા. 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી, તેનો શ્રેય અહેમદ પટેલને જાય છે. અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરીને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ હતા.
કોરોના પોઝિટિવ થયાની જાણકારી ટ્વીટ કરીને તેમણે જાતે જ આપી હતી
અહેમદ પટેલ 1 ઓકટોબરે જાતે ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ થયાની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, હું કોરોના સંક્રમિત થયો છું, જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને આગ્રહ કરું છું કે તેઓ જાતે આઈસોલેટ થઈ જાય.
આ પણ વાંચો: