ETV Bharat / city

અમદાવાદમાં મૉલ ચાલુ થાય તે પહેલાં પોલીસે નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું - ahmedabad lock down

અનલૉક-1માં જે છૂટછાટ આપવામાં આવી છે જેમાં 8 જૂનથી શહેરમાં મોલ શરૂ કરવામાં આવશે. ત્યારે મોલ શરૂ થાય તે પહેલાં પોલીસ દ્વારા મોલમાં જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Police visited the mall before the mall opened and provided guidance
મોલ ચાલુ થાય તે પહેલાં પોલીસે મોલની મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું
author img

By

Published : Jun 6, 2020, 10:17 PM IST

અમદાવાદ: અનલૉક-1માં જે છૂટછાટ આપવામાં આવી છે જેમાં 8 જૂનથી શહેરમાં મોલ શરૂ કરવામાં આવશે. ત્યારે મોલ શરૂ થાય તે પહેલાં પોલીસ દ્વારા મોલમાં જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મોલ જેમાં અમદાવાદ વન મોલ, હિમાલય તથા એક્રોપોલિસ મોલના મેનેજર તથા ઇન્ચાર્જની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જૂનથી મોલ ખોલવાના હોવાથી હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીથી લોકોની સુરક્ષા થાય તથા ફેલાય નહિ તે માટે શું તકેદારી રાખવી તેમજ અગત્યની બાબતો માટે સૂચના તેમજ મોલ દ્વારા કરવામાં આવેલ તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

Police visited the mall before the mall opened and provided guidance
મોલ ચાલુ થાય તે પહેલાં પોલીસે મોલની મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું
અમદાવાદ વન મોલ ખાતે તૈયારી દરમિયાન મોલમાં પ્રવેશનાર લોકોની સંખ્યા કેટલી છે તે માટેનું ગેટ ઉપર કાઉન્ટર ગોઠવવામાં આવેલું છે. તેમજ બહાર નીકળતા લોકોને પણ ગણતરી માટે કાઉન્ટર ગોઠવવામાં આવેલું છે. આ ઉપરાંત અંદર પ્રવેશતા તેઓના સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમજ જેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે કે કેમ એ ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવશે. એપ્લિકેશન ના હોય તો એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેમજ જો સાદો મોબાઈલ હશે તો તે માટે ફોર્મ ભરવાનું રહેશે. ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ હેન્ડ મેટલ ડિટેકટરથી પણ ચેક કરી પછી જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવશે.મોલની અંદર પ્રવેશ્યા બાદ લિફ્ટમાં, એસકેલેટરમાં તેમજ વોશરૂમમાં પણ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે યોગ્ય આયોજન મોલ દ્વારા કરવામાં આવેલું છે. તેમજ મોલમાં આવેલ ફૂડ ઝોનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે મોબાઈલથી જમવાનો ઓર્ડર કરવામાં આવશે અને પેમેન્ટ પણ ઓનલાઇન જ થાય એ રીતે આયોજન કરેલું છે. ઓર્ડર તૈયાર થઇ જાય ત્યારે મોબાઈલમાં મેસેજ મોકલવામાં આવશે એટલે કાઉન્ટર પરથી પ્લેટ લાવવાની રહેશે. આ ઉપરાંત મોલ દ્વારા જે વાહનો ફોરવીલ પાર્ક થાય એ લોકો પાર્કિંગમાં પણ યોગ્ય ડિસ્ટન્સ જાળવે તે માટેની પણ સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.