અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો ભવ્ય વિજય થયો છે.પોલીસે શરૂઆતથી જ બન્ને પક્ષના આગેવાનો અને ઉમેદવારોને અલગ અલગ જગ્યા ઉજવણી માટે ફળવેલી હતી. ત્યારે (ABVP) Akhil Bharatiya Vidyarthi Parishadની જગ્યાએ ઉમેદવાર પ્રતીક મિસ્ત્રી બહુમતિ સાથે વિજય થઈ બહાર આવ્યો અને તે દરમિયાન (VHP) Vishva Hindu Parishad બજરંગદળ સહિત અલગ અલગ હિન્દૂ સંગઠન ઉજવણી મનાવી રહ્યું હતું. ત્યારે (NSUI) National Students' Union of Indiaએ પોતાની DJ વાનને ABVPની જગ્યાએ ઉભી કરી દેતા મામલો બીચકયો હતો.
પોલીસે DJ વાન હટાવવા માટે થઈ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો. જેને લઈ મામલો ગરમાયો હતો. પોલીસની દાદાગીરી સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. લાઠીચાર્જમાં VHP, બજરંગદળના અધ્યક્ષ જ્વલિત મહેતાને પોલીસે લાકડી મારી હતી. જેને લઈ હિન્દૂઓમાં પણ વિરોધ જોવા મળ્યો છે.
જો.કે ABVPના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, NSUI અને યુનિવર્સિટી પોલીસની સાંઠગાંઠ હોવાથી પોલીસે NSUIના કહેવા પર લાઠીચાર્જ કર્યો છે. જ્યારે યુનિવર્સિટીના પી.આઈ એચ.એમ.વ્યાસને સમગ્ર હકીકત પૂછતાં તેમને કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે DCP Zone - 01 પ્રવિણ મલની હાજરીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું તે ખુબજ ગંભીર બાબત કહી શકાય છે.