અમદાવાદ: આ વર્ષે નવરાત્રિની ઉજવણી કરવા માટે 1 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. જેમાં માતાજીની પૂજા, આરતી અને આરાધના કરી શકાશે. મંદિર સિવાય સોસાયટી કે અન્ય જગ્યા પર આયોજન કરવા માટે પોલીસની પરવાનગી લેવાની ફરજિયાત રહેશે અને આ પરવાનગીમાં આયોજકોએ આયોજનના સમયનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.
- નવરાત્રીના આયોજન માટે કઈ કઈ તકેદારી રાખવી
- આયોજકોએ આરતી કે પૂજાના સ્થળે ગોળ કુંડાળા બનાવવા
- 200થી વધુ વ્યક્તિઓને પ્રવેશ ના આપવો
- પ્રવેશ આપ્યા બાદ તમામ લોકોનું ફરજિયાત સ્ક્રીનીંગ કરવું
- સેનેટાઇઝનો ઉપયોગ કરવો
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું
- નક્કી કરેલા સમય મર્યાદામાં જ કાર્યક્રમ પૂર્ણ કરવો
આમ ઉપરોક્ત તમામ બાબતોનું પાલન કરવાની શરતે નવરાત્રિના આયોજનની પરવાનગી આપવામાં આવશે. જો શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આયોજક વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.