અમદાવાદ વિદેશ જવાના શોખીન માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વિઝાના નામે ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીએ એક કે બે નહિ પરંતુ 100થી વધુ લોકો સાથે ઠગાઈ કરી. જેમાં એક જ સમાજ લોકોને વિશ્વાસ લઈ કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. આ ટોળકી ફક્ત પાટીદાર સમાજના યુવાનોને કેનેડા વર્ક પરમિટ વિઝા (Visa Process Canada) વ્યાજબી ભાવે આપવાનું કહીને છેતરપિંડી આચરતી હતી. જેને લઈને આરોપીઓએ ઇન્ડિયા લાર્જેસ્ટ કોમ્યુનિટી એપ કુટુંબ નામનો વોટ્સએપ પર પાટીદાર સમાજનું ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં કેનેડાના વર્ક પરમિટ મેળવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે.
શું હતી ઘટના મળતી માહિતી મુજબ વિઝા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલ અંબાજી ખાતે ST ડેપોમાં મેનેજર તરીકે અધિકારી છે. આ આરોપી અને તેની પત્ની હિનાએ કેનેડા વર્ક પરમિટ વિઝાના નામે 8.50 લાખનો ખર્ચની વાત કરીને લોકો પાસેથી પ્રોસેસ ફી ને લઈને અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા. કલ્પેશ પટેલએ લોકો પાસેથી ચેક મેળવીને પોતાની પત્ની હીનાના એકાઉન્ટમાં અને અન્ય આરોપીઓના એકાઉન્ટમાં જમા કર્યા હતા. (Visa scam in Ahmedabad)
કરોડો રૂપિયાનો ફૂલેકું ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા કલ્પેશ પટેલ, પત્ની હીના પટેલ, બાબુ પટેલ અને ઋત્વિક પટેલે પોતાના સમાજના લોકોને વિશ્વાસ કેળવી વિદેશ જવાના વર્ક પરમિટના વિઝા આપવાનું કહી કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવ્યું હતું. જેને લઈને આરોપીઓએ કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બદલે કમિશન માટે અને વિઝીટર વિઝા ફાઇલની પ્રોસેસ શરૂ કરી હતી. પરંતુ વિઝીટર વિઝા પણ નહીં મળતા અંતે ભોગ બનનારને ઠગાઈની જાણ થતા તેમણે આર્થિક ગુના નિવારણ શાખા ખાતે બે દંપતિ સહિત 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ દંપતી સહિત 4ની કરી ધરપકડ કરી છે.
ફરાર દંપતીની શોધખોળ મળતી માહિતી મુજબ આ વિઝા કૌભાંડમાં એક દંપતી પતિ ગણપત પટેલ અને પત્ની શ્વેતા પટેલ બંને ફરાર છે. મહેસાણાના દંપતીએ અને અન્ય એજન્ટોએ કમિશન માટે ખોટા LMAI લેટરો આપી તેમજ ભોગ બનનારનું મેડિકલ તથા બાયોમેટ્રિક ટેસ્ટ કરાવ્યું હતું. પરંતુ વર્ક પરમિટ વિઝા નહીં અપાવીને છેતરપિંડી હાજરી હતી. હાલમાં પોલીસે ફરાર દંપતીની શોધખોળ શરૂ કરી છે. ત્યારે ભોગ બનનારનો આંકડો વધી શકે જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે. Visa fraud case in Ahmedabad, visa fraud gang caught in Ahmedabad, Ahmedabad Crime News