ETV Bharat / city

2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

કુબેરનગરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર (Rape case in Ahmedabad) આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ 2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી અને 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.(minor rape case in Ahmedabad)

2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
author img

By

Published : Sep 30, 2022, 9:52 AM IST

અમદાવાદ પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી નીરવ ભંડેરી પોતાની (Rape case in Ahmedabad) દીકરીની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુંના સમાચાર સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આરોપી 36 વર્ષનો છે અને 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઇલ કરી 5 લાખની માંગણી કરતો હતો. જો પૈસા નહિ આપતા સગીરા સાથે દુષ્કર્મ આચરીને તેનું શોષણ કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા તેમને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી નીરવ ભંડેરીની ધરપકડ કરી છે. (minor rape case in Ahmedabad)

14 વર્ષની નાની દીકરીને ટાર્ગેટ કરી મળતી માહિતી મુજબ આરોપી નીરવ ભંડેરી પોતાને પત્રકાર તરીકેની ઓળખ આપે છે ચાંદખેડા વિસ્તારમાં રહે છે. આરોપી પરણિત છે અને એક સંતાનનો પિતા પણ છે. 2019માં સગીરાની માતા શુટિંગમાં બ્યુટીશન તરીકે કામ કરતી હતી. તે સમયે ભોગ બનનાર સગીરાની માતાના આરોપીના સંપર્કમાં આવી હતી, ત્યારે આરોપીએ ધર્મની બહેન બનાવીને ઘરે અવરજવર શરૂ કરી હતી.

બે બહેનોને ફસાવી આ દરમિયાન સગીરાની મોટી બહેનને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી હતી. પરંતુ માતાએ ના પાડતા આરોપીએ ઘરે જઈને તોફાન કર્યું અને ત્યારબાદ ફરિયાદીની 14 વર્ષની નાની દીકરીને ટાર્ગેટ કરીને પ્રેમ સંબંધ બનાવ્યો અને તેની સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેલ શરૂ કર્યું હતું. (Ahmedabad Blackmail Case)

આરોપીની વધુ પુછપરછ હાથ ધરી 14 વર્ષની સગીરા અને આરોપી નીરવ મેસેજમાં અશ્લીલ વાતો કરતા અને ફોટો જોતા માતાએ જોઈ લીધા હતા. જેથી સગીરાને ઠપકો આપ્યો હતો. તેમજ આરોપીએ સગીરાને પામવા તેના સાવકા પિતા છેડતી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં આરોપી નિરવનો ભાંડો ફૂટતા તે જેલના સળિયા પાછળ ધકેલાયો ગયો હતો. હાલમાં પોલીસે સગીરાનું મેડિકલ તપાસ કરાવીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. (Ahmedabad Crime Case)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.