અમદાવાદ શહેરમાં ડ્રગ માફિયાઓ બેફામ બન્યા હોય એમ લાગી રહ્યું છે. જેમાં યુવાધનને (drug case in Ahmedabad) બરબાદ કરવા પેડલરો ડ્રગનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ડ્રગ માફિયાઓ પર તવાઈ બોલાવવા હવે SOG સક્રિય થઈ ગયું છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા રખિયાલમાં જાહેર રોડ પર MD ડ્રગ્સનું વેચાણ કરતા યુવકને SOGએ દબોચી લીધો હતો. જેની પાસેથી 3.40 લાખ રૂપિયાનો MD ડ્રગ્સનો જથ્થો કબજે લઈ મુંબઈના ડ્રગ માફિયાઓને નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. (drugs sells Youth in Rakhial)
સમગ્ર મામલો અમદાવાદમાં ડ્રગ પેડલર્સ પર શહેરની અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવી રહી છે. તેમ છતાં હજુ સુધી ડ્રગનો ધંધો સંપૂર્ણ રીતે બંધ થયો ન હોય એમ લાગી રહ્યું છે. તેવામાં SOGની ટીમને બાતમી મળી હતી કે, રખિયાલ વિસ્તારમાં આવેલા તેજેન્દ્ર કોમ્પલેક્ષની નીચે જાહેર રોડ પર શાહનવાઝ એહમદ ઉર્ફે બગ્ગો શેખ નામનો યુવક MD ડ્રગ્સનું છુટક વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે રખિયાલ પહોચી હતી, ત્યારે એક યુવક જાહેર રોડ પર પ્લાસ્ટીકની ઝીપર બેગ કેટલાક લોકોને આપી રહ્યો હતો. આ યુવક જ શાહનવાઝ છે. તેવું માનીને તેની અટ્કાયત કરી લીધી હતી. (Drug sale in Ahmedabad)
MD ડ્રગ્સ યુવકનું નામ શાહનવાઝ છે અને તે રખિયાલ વિસ્તારમાં આવેલી ડાહ્યાભાઇ કડીયાની ચાલીમાં રહે છે. SOGએ યુવકની તપાસ કરતા તેની પાસેથી ઝીપર બેગમાં વ્હાઇટ પાઉડર નીકળ્યો હતો. વ્હાઇટ પાઉડર MD ડ્ર્ગ્સ હોવાનું લાગતા SOGની ટીમે FSLને જાણ કરી દીધી હતી. FSLની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને વ્હાઇટ પાઉડરનું પરિક્ષણ કર્યા બાદ તે MD ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. FSLના રિપોર્ટના આધારે SOGએ શાહનવાઝની ધરપકડ કરી હતી. (Ahmedabad Crime Case)
ડ્રગ્સની સીન્ડીકેટના પર્દાફાશ તો બીજીબાજુ શાહનવાઝે SOG સામે કબૂલાત કરી હતી કે, મુંબઈના ડ્રગ્સ માફિયા સમીરે MD મોકલાવ્યું હતું. સમીરે તેના મિત્ર વસીમ પાસે ડ્રગ્સ મોકલાવ્યું હતું, જેને શાહનવાઝે રીસીવ કર્યું હતું. શાહનવાઝ સમીરને ઓળખે છે, પરંતુ વસીમને તે ઓળખતો નથી. શાહનવાઝ, સમીર અને વસીમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જો SOG ક્રાઇમની તપાસમાં કદાચ અમદાવાદમાં ડ્રગ્સની સીન્ડીકેટના પર્દાફાશ થાય તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. (Ahmedabad SOG Drug Case)
મોટાભાગનું ડ્રગ્સ મુંબઇથી ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં MD ડ્રગ્સ મુંબઈથી આવી રહ્યું છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓની ધોસ વધતા કેટલાક માફિયાઓ રાજસ્થાનથી MD ડ્રગ્સ અમદાવાદમાં લાવી રહ્યા છે. અમદાવાદ છેલ્લા ઘણા સમયથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને MD ડ્રગ્સ મળી આવે છે. તેમાં મોટાભાગનું ડ્રગ્સ મુંબઈથી આવે છે. મુંબઈમાં MD ડ્રગ્સ વેચતા અલગ-અલગ માફિયાઓ સક્રિય છે. (Ahmedabad Police)