- કોરોના મહામારીમાં પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
- DGPના હસ્તે પોલીસ ગ્રામ્ય મિત્ર યોજનાની થઈ શરૂઆત
- કોરોનામાં પોલીસ હંમેશા ખડે પગે રહી મદદરૂપ થઇ છે
અમદાવાદ : કોરોના મહામારીમાં પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં લોકડાઉનનાના સમયમાં લોકોને જમવાનું પહોંચાડવાનું હોય કે ઈમર્જન્સીના સમયમાં હોસ્પિટલમાં મદદ કરવાની હોય પોલીસ હંમેશા ખડે પગે રહી મદદરૂપ થઇ છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ ગ્રામીણનો અનોખો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટનું DGPના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ હજાર કરતાં પણ વધુ ગ્રામ્ય પોલીસ મિત્રો પોતાનું યોગદાન આપી પોલીસને કોરોનેની જંગ જીતવામાં મદદ કરશે.
આ પણ વાંચો : મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશન્સ આપવા કે નહીં તેની તપાસ સિવિલની ટીમ કરશે, ખાતરી બાદ અપાશે
3,000 કરતાં પણ વધુ ગ્રામ્ય પોલીસ મિત્રો પોતાનું યોગદાન આપી પોલીસને કોરોનાની જંગ જીતવામાં મદદ કરશે
ગ્રામ્ય પોલીસ મિત્ર પોતાના ફળિયા કે મહોલ્લામાં ફરતી જરૂરિયાત અંગે પોલીસ સાથે સંકલનમાં રહીને લોકોને મદદ કરશે, ત્યારે સાથો સાથ પોલીસ દ્વારા તેમને આપવામાં આવેલી ઇમર્જન્સી ચિઠ્ઠી ગ્રામજનોને કોરોના સમયમાં પડતી હાલાકીમાં પણ મદદરૂપ થશે. આ સિવાય સમયાંતરે પોલીસ તરફથી ગ્રામજનોને આગેવાનો સાથેની મિટિંગ કર્યાના ફોટો કે માહિતી પણ ડિજિટલમાં અપલોડ કરી શકશે. આ તમામ હકીકત પોલીસના અધિકારીઓ તેની ઉપર નિગરાની રાખી જરૂરી કોરોના સંદર્ભે પગલાં લેવા સુચન પણ કરશે.
આ પણ વાંચો : રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ સંદર્ભે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો
આ પ્રોજેક્ટથી કોરોનાની મહામારીને હરાવવા માટે ખૂબ જ મોટી મદદ મળશે
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ સંવાદ બાદ ગ્રામ્ય પોલીસ મિત્રોનું પ્રોજેક્ટ સફળ થાય તે માટે દરેક ગામડાઓમાં આઠ વ્યક્તિઓને એક ટીમ બનાવવામાં આવી છે. જેમાં ગામના સરપંચ સહિત તમામ આગેવાનોને રાખવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટથી પોલીસનું માનવું છે કે, કોરોનાની મહામારીને હરાવવા માટે ખૂબ જ મોટી મદદ મળશે. સાથે જ કોરોના બાદ પણ અનેક અંતરિયાળ ગામડાઓ કે જિલ્લાઓ સુધી જ્યાં પોલીસ નથી પહોંચી શકી તેની સચોટ માહિતી પોલીસને મળશે. જેનાથી ગુનાનો ભેદ ઉકેલવામાં કે નાની મોટી ફરિયાદનો તાત્કાલિક નિકાલ લાવી શકાશે.