ETV Bharat / city

રિક્ષા ચાલક વધુ પૈસા વસુલશે તો પોલીસ કરશે કાર્યવાહી, જાહેર કર્યો ટોલ ફ્રી નંબર - toll free number to prevent from rickshaw drivers

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત તેની અસર અનેક ધંધા-રોજગાર પર પડી રહી છે. તેની સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાની ફરજ પડતા ખાનગી ટ્રાન્સપોર્ટ અને ઓટો રિક્ષા ચાલકો પબ્લિક પાસેથી ભાડા પેટે વધુ રૂપિયા ન પડાવે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.

રિક્ષા ચાલક
રિક્ષા ચાલક
author img

By

Published : Mar 21, 2021, 10:06 PM IST

  • રિક્ષા ચાલકો પ્રવાસીઓ પાસેથી ભાડા પેટે વધુ રૂપિયા ન પડાવે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
  • 1095 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને આપી શકાશે માહિતી
  • ટ્રાફિક અધિકારીઓએ રિક્ષાચાલક યુનિયન સાથે બેઠક યોજી
  • વધારે ભાડું ન લેવાની રિક્ષાચાલક યુનિયને આપી બાંહેધરી

અમદાવાદ : સામાન્ય દિવસોમાં પોતાના વાહનમાં નોકરી કે ધંધા રોજગાર માટે જવાનું જેમને નથી પોષાતું તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરતા હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કહી શકાય કે, કોરોનાની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જેના પરિણામે એક પછી એક પબ્લિક સેવાઓ બંધ કરવાની ફરજ પડી રહી છે. ધંધો વ્યવસાય ઓડ ઇવન રીતે ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી રહી છે. જેથી કરીને લોકોના ધંધા રોજગાર પર તેની અસર ન થાય. ત્યારે તેની અસર લોકોના વ્યવસાય અને નોકરી પર પણ પડી છે. કેટલાક શહેરીજનોની નોકરી પણ કોરોનાને કારણે જતી રહી છે. ત્યારે નોકરી માટે સમયસર જગ્યાએ પહોંચવા આવશ્યક સરકારી ટ્રાન્સપોર્ટ હાલ ઉપલબ્ધ નથી. જે કારણે ખાનગી ટ્રાન્સપોર્ટ વાહનો મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોવાનું સામે આવી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમોના કલેક્શન માટે ડ્રાઈવ યોજાઇ

પરિસ્થિતિનો ફાયદો ન લેવા વચન આપવામાં આવ્યું

તાજેતરમાં જ AMTS અને BRTS બસ બંધ કરવાની ફરજ પડતા ઓટો રિક્ષા ચાલકો મન ફાવે તેટલું ભાડું પેસેન્જર્સ પાસે ઉઘરાવી રહ્યા હોવાની વાત ટ્રાફિક પોલીસના ધ્યાને આવી હતી. જેને પગલે તાત્કાલિક ટ્રાફિક પોલીસ અધિકારીઓને રિક્ષા ચાલકોના આગેવાનોને બોલાવી એક બેઠક યોજી હતી. જેમાં પરિસ્થિતિનો ફાયદો ન લેવા વચન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરતા અકસ્માતમાં મોટાભાગના લોકોનું મોત

લેભાગુ રિક્ષાચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરશે

જ્યારે વધુ ભાડા ખંખેરતા લોકોને પોલીસ પબ્લિક મારફતે પકડી શકે તે માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસના 1095 ટોલ ફ્રી નંબર મારફતે આવા લેભાગુ રિક્ષાચાલકોની પોલીસને જાણ કરાતા પોલીસ તેમની પર કાયદેસરની કાર્યવાહી કરશે અને શહેરીજનોને મદદરૂપ બનવા ટ્રાફિક પોલીસનો આ પ્રયાસ છે.

આ પણ વાંચો - ભરૂચઃ વાહનને પાર્કિંગ ઝોનમાં જ પાર્ક કરવું નહિંતર ભરવો પડશે દંડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.