અમદાવાદ શહેરના 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલોસકર્મીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં wrong side વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને પોલીસે નવા દંડની રકમ મુજબ દંડ પણ કર્યા છે. દંડની રકમ વધતા લોકોમાં પણ સમજણ વધી છે અને લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસને સાથ સહકાર આપતા નજરે પડયા છે.
નવા દંડની રકમ મુજબ wrong sideમાં વાહન ચલાવનાર પાસેથી 1500ની કિંમતનો દંડ વસુલાવની જોગવાઈ છે. 1500રૂ. જેટલી દંડની રકમ ભરવા તમામ લોકો સક્ષમ નથી હોતા ત્યારે નિયમોથી વંચિત રહી ગયેલા લોકોને પોલીસે દંડ વસુલ્યા વિના પણ સમજણ આપી હતી અને નિયમોનું પાલન કરવા માટે પણ સમજાવ્યા હતા.તો કેટલાક વાહન ચાલકો પાસેથી 500થી લઈને 1500 સુધીની કિંમતનો દંડ વસુલવામાં આવ્યો હતો.
શહેરના લાલદરવાજા પાસેના વીજળી ઘર પાસેના ટ્રાફિક પોઇન્ટ પર પોલોસે ડ્રાઈવ યોજી હતી. જેમાં વીજળી ઘરની બાજુના રસ્તા પરથી વન વે રાખવામાં આવ્યો છે. પરંતુ, કેટલાક લોકોને આ વાતની જાણ ના હોવાથી સીધા જ ચાલ્યા આવતા હતાં. પરંતુ, પોલીસે કેટલાક લોકોને સમજાવીને પાછા વાળ્યાં હતાં તો કેટલાક લોકોએ પણ કહ્યું હતું કે, વન વે અને wrong sideનું બોર્ડ દેખાય એવું જ નથી તો આ મામલે પ્રશાસને તપાસ કરીને બોર્ડ વ્યવસ્થિત જગ્યાએ લગાવવું જોઈએ.