ETV Bharat / city

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે : સી.આર.પાટીલ - farmers accounts

21 ડિસેમ્બરના રોજ સાંજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારી, ધારાસભ્ય અને સાંસદ, જિલ્લા ભાજપા પ્રમુખ,મહામંત્રી, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જ સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
author img

By

Published : Dec 22, 2020, 7:21 AM IST

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને વર્ચ્યુઅલ બેઠક યોજી
  • આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
  • અટલજીના જન્મદિવસને ભાજપા દ્વારા 'સુશાસન દિવસ' તરીકે મનાવવામાં આવશે

    અમદાવાદ : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારી, ધારાસભ્ય અને સાંસદ, જિલ્લા ભાજપા પ્રમુખ,મહામંત્રી, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જ સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી. પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ભાર્ગવ ભટ્ટ, ગોરધન ઝડફીયા , પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુ જેબલિયા, પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા તથા પ્રદેશ ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી

આ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આગામી 25 ડિસેમ્બરે ભારત રત્ન,પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી છે. પ્રત્યેક વર્ષે અટલજીના જન્મદિવસને ભાજપા દ્વારા 'સુશાસન દિવસ' તરીકે મનાવવામાં આવે છે.સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ" યોજના હેઠળ 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે.

09 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 25 ડિસેમ્બરના સુશાસન દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત બપોરે 12:00 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃષિ સહાય રૂપે "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ" યોજના હેઠળ 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે.

પેજ કમિટીની કામગીરી બદલ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. આ માટે તમામ વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ એક સાથે ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારની ગરીબો અને ખેડૂત હિતકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બપોરે 12:00 કલાકે ખેડૂતહિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વના સંદર્ભમાં યોજાનાર સંબોધનનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સમગ્ર ભાજપા સંગઠનને તેઓએ અપીલ કરી હતી.સમગ્ર રાજ્યમાં ભાજપા સંગઠન દ્વારા પેજ કમિટીની કામગીરી બદલ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રતિષ્ઠિત લોકોને પણ સામેલ કરીને પેજ કમિટીની રચના કરવા સૂચન કર્યું

આ ઉપરાંત આ કામગીરીમાં જુદા- જુદા વ્યવસાય સાથે સંકળાયેલા સમાજના પ્રતિષ્ઠિત લોકોને પણ સામેલ કરીને પેજ કમિટીની રચના કરવા સૂચન કર્યું હતું.પેજ કમિટીની કામગીરી પૂર્ણ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડનાર ભાજપના મોટા નેતાઓનો આભાર માનતા સી.આર.પાટીલ અંતમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ પણ પેજ કમિટીની કામગીરી પૂર્ણ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.