ETV Bharat / city

શા માટે રાજકોટમાં CR પાટિલની દોડાદોડ વધી, જૂઓ - PM Modi visit Rajkot

ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓમાં ભાજપ દ્વારા એક તરફ પક્ષના સંગઠનને દોડતુ કરવામાં આવ્યું છે. ભાજપ એક પછી એક કાર્યક્રમો આપી રહ્યું છે. તેના કારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની (CR Patil visit Rajkot) મુલાકાતે આવ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન પણ રાજકોટની (PM Modi visit Rajkot) મુલાકાતે ટુંક સમયમાં છે જેને લઈને ભાગદોડ મચી છે.

PM Modi visit Rajkot : વડાપ્રધાન મોદીની આટકોટની મુલાકાતને લઈને CR પાટીલ ભાગદોડમાં

author img

By

Published : May 24, 2022, 12:25 PM IST

રાજકોટ : વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઈને સી.આર.પાટિલે રાજકોટમાં વિવિધ આગેવાનો સાથે (CR Patil Meeting in Rajkot) બેઠક કરી હતી. સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ હતી. જેમાં 7 જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, ત્યારે આ બેઠકમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કાર્યકરો સાથે યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Atkot Program) કાર્યક્રમમાં લાખોની જનમેદની એકઠી કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સી.આર.પાટિલે રાજકોટમાં વિવિધ આગેવાનો સાથે બેઠક

"3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક" - રાજકોટમાં પૂર્વે સી.આર.પાટીલના હસ્તે સુપોષણ અભિયાન (Suposhan Abhiyan in Rajkot) પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેને સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મે ના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે. જે અંગેની બેઠક આજે યોજવામાં આવી હતી, ત્યારે આ સાથે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : શું ગઈકાલ રાત્રે વડાપ્રધાન મોદીએ હાર્દિક પટેલને Dictation આપ્યું?

“પાટીલનો વન ડિસ્ટ્રિક્ટ વન ડેનો કાર્યક્રમ” - બેઠકમાં મહત્વનું છે કે, પાટીલનો વન ડિસ્ટ્રિક્ટ વન ડેનો (One District One Day) કાર્યક્રમ છે. જે હવે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાં તેઓ આગામી સમયમાં યોજવા જઈ રહ્યા છે, ત્યારે આ બેઠકમાં તે અંગે પણ પાટીલ તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન ડે કાર્યક્રમ મારફત સી.આર. પાટીલે ફક્ત પક્ષના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ, સમગ્ર જિલ્લામાં મહત્વપૂર્ણ મેસેજ જાય તેવું આયોજન કર્યું છે. જોકે, હાલમાં જ સુરતમાં વન ડિસ્ટ્રિક્ટ વન ડે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યભરના તમામ જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે આ મોડેલથી દરેક જિલ્લામાં તેઓ કાર્યક્રમ યોજશે. જેમાં પાટીલના આગમન સાથે રોડ શો, કાર્યકર્તા સંમેલન, પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક અને એક જાહેરસભાનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો : ઘરઆંગણે જ ખોડલધામ ટ્રસ્ટને આમંત્રણ ન મળતાં પાટીદારોએ આ રીતે ઠાલવ્યો ગુસ્સો

અસંતુષ્ટ નેતાઓનો સંતોષ માટેનો પ્રયાસ - આ ઉપરાંત જિલ્લામાં ભાજપના અસંતુષ્ટો અને નિષ્ક્રિય થયેલા (PM Modi visit Rajkot) નેતાઓ અને કાર્યકર્તાઓ છે. તે પણ આગામી ચૂંટણીમાં પક્ષના કાર્યક્રમમાં જોડાઈ જાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. તેમજ અસંતુષ્ટ નેતાઓનો અસંતોષ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો (CR Patil visit Rajkot) પણ આ કાર્યક્રમ મારફત શરૂ થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.