ETV Bharat / city

PM Modi Vadodara Visit: "21મી સદીના ભારતના તેજ વિકાસ માટે મહિલાઓનો વિકાસ ખૂબ જરૂરી" - ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના પ્રવાસે (PM Modi Vadodara Visit) પહોંચ્યા હતા. અહીં તેમણે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

PM Modi Vadodara Visit: "21મી સદીના ભારતના તેજ વિકાસ માટે મહિલાઓનો વિકાસ ખૂબ જરૂરી"

author img

By

Published : Jun 18, 2022, 12:34 PM IST

Updated : Jun 18, 2022, 3:02 PM IST

અમદાવાદઃ વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે. વડાપ્રધાને અહીં ખૂલ્લી જીપમાં આવીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ વડાપ્રધાને અહીં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં (Gujarat Gaurav Abhiyan Program ) 1.41 લાખ પરિવારોને વડાપ્રધાનના હસ્તે ઘરનું ઘર મળ્યું હતું. ત્યારે સભાસ્થળે વહેલી સવારથી જ લોકો એકઠા થઈ ગયા હતા.

વડાપ્રધાનના આગમનને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ

કુપોષણ-એનિમિયા સામે ચાલી રહ્યું છે અભિયાન - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સફળ અનુભવને વિસ્તાર આપતા દેશમાં કુપોષણ અને એનિમિયા સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પહેલી વખત દેશમાં હવે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ તરીકે એટલે કે ભાદરવા મહિનામાં પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અભિયાનથી પણ ગુજરાતની મહિલાઓને મદદ મળી રહી છે. પોષણનો અર્થ માત્ર ખાવુંપીવું નથી, પરંતુ તેમની સાથે સુવિધા કરવી પડે. ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં 50 ટકા અનામત મહિલાઓ માટે છે.

વડાપ્રધાન સાથે પટેલ-પાટીલની જોડી દેખાઈ
વડાપ્રધાન સાથે પટેલ-પાટીલની જોડી દેખાઈ

વડોદરામાં ટૂંક સમયમાં શરૂ થશે આ પ્રોજેક્ટ્સ - વડોદરામાં થોડા સમયમાં હાઈસ્પીડ રેલવે, વડોદરાથી-મુંબઈ બુલેટ ટ્રેન દોડતી થશે. છાણી રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ વિકાસ થઈ રહ્યો છે. સાથે જ 2 નવા ગ્રીન એરપોર્ટની તૈયારી ચાલી રહી છે. સ્માર્ટ સિટી, અમૃત યોજના, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કારણે ડબલ એન્જિનથી ડબલ બેનિફિટ વડોદરાને મળી રહ્યો છે. વડોદરાને સ્માર્ટ બનવા માટે 1,000 કરોડ રૂપિયાના 25 પ્રોજેક્ટ મંજૂર થયા છે. તેમાંથી 16 પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે.

વડાપ્રધાન ખૂલ્લી જીપમાં પહોંચ્યા સભાસ્થળે

PMએ વડોદરા સાથેના સંસ્મરણો વાગોળ્યા - વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરાએ મને માતાની જેમ સાચવ્યો હતો. મારી વિકાસયાત્રામાં વડોદરાનું યોગદાન હું ક્યારેય ન ભૂલી શકું. વડોદરા સાથે અનેક યાદો જોડાયેલી છે. વડોદરા માતાની જેમ સંસ્કાર આપનારું શહેર છે. આ શહેર દરેક પ્રકારના લોકોને સંભાળે છે. સાથે જ આગળ વધવાની તક આપે છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોને પણ આ નગરીએ પ્રેરિત કર્યા છે.

વડાપ્રધાનની જનસભામાં લોકોમાં ઉત્સાહ
વડાપ્રધાનની જનસભામાં લોકોમાં ઉત્સાહ

ગુજરાતમાં કુપોષણ મોટો પડકાર હતોઃ PM- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 2 દાયકા પહેલા કુપોષણ સૌથી મોટો પડકાર હતો. અનેક કાર્યો શરૂ કર્યા, તેના સાર્થક પરિણામ આજે દેખાય છે. અંતરિયાળ ગામમાં રહેતી મહિલાઓ માટે પણ આ યોજના લાભદાયી થશે. 800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર. ચણા અને તુવેરદાળ પ્રોટિન માટે ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, દેશના 80 કરોડ ગરીબોને મફન અનાજ મળે છે.

લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનનું આગમન
લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનનું આગમન

વડોદરાએ મને ઘણો સાચવ્યોઃ PM- વડોદરા માતાની જેમ સંસ્કાર આપનારું શહેર છે. આ શહેર દરેક પ્રકારના લોકોને સંભાળે છે. સાથે જ આગળ વધવાની તક આપે છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોને પણ આ નગરીએ પ્રેરિત કર્યા છે.

વડાપ્રધાનના આગમનને લઈને મહિલાઓમાં ઉત્સાહ

PMએ મહિલા સશક્તિકરણ પર મૂક્યો ભાર - છેલ્લા 8 વર્ષથી ડબલ એન્જિનની સરકાર નારીશક્તિને ભારતના સામર્થ્યની ધૂરિ બનાવવા માટે જે પ્રયાસ કરી રહી છે. આજે ગુજરાતમાં મહાકાળી માતાજીના આશીર્વાદથી તેને નવી શક્તિ મળી છે. હું તમામ મહિલાઓ અને લાભાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. 21મી સદીના ભારતના તેજ વિકાસ માટે મહિલાઓનો તેજ વિકાસ તેમનું સશક્તિકરણ એટલું જ જરૂરી છે. આજે ભારત મહિલાઓની જરૂરિયાતો અને તેમની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી યોજના બનાવી રહ્યું છે, નિર્ણય લઈ રહ્યું છે.

લાખોની સંખ્યામાં મહિલાઓ આશીર્વાદ આપવા આવી - વડોદરાથી 21,000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ થયો છે. આ પ્રોજેક્ટસ ગુજરાતના વિકાસથી ભારતના વિકાસ તે પ્રતિબદ્ધતાને બળ આપશે. ગરીબોના ઘર, ઉચ્ચ શિક્ષણ અને સારી કનેક્ટિવિટી પર આટલું મોટું રકમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વિસ્તાર આપશે. અહીંના યુવાનો માટે રોજગાર, સ્વરોજગાર અનેક તક ઊભી કરશે. આ પ્રોજેક્ટ્સમાં પણ મોટા ભાગના મહિલાઓના આરોગ્ય, પોષણ અને સશક્તિકરણથી જોડાયેલા છે. આજે અહીં લાખોની સંખ્યામાં માતાઓ-બહેનો આશીર્વાદ આપવા આવ્યા છે.

આજનો દિવસ માતૃવંદનાનો દિવસ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં સંબોધનમાં (PM Modi Vadodara Visit) જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. કારણ કે, સૌપ્રથમ સવારે જન્મદાત્રી માતાના આશીર્વાદ લીધા. ત્યારબાદ પાવાગઢમાં મહાકાળી માતાજીના આશીર્વાદ લીધા હતા અને હવે માતૃશક્તિના વિરાટરૂપના દર્શન કરીને આ વિરાટ માતૃશક્તિના દર્શન કર્યા તેમના આશીર્વાદ લીધા. આજે પાવાગઢમાં મહાકાળી માતાના ભક્તો માટે અનેક આધુનિક સુવિધાઓને અર્પિત કરવાની તક મળી હતી. મેં મહાકાળી માતા પાસે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. આજે પાવાગઢમાં મહાકાળી માતાના ભક્તો માટે અનેક આધુનિક સુવિધાઓને અર્પિત કરવાની તક મળી હતી. મેં મહાકાળી માતા પાસે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

CMનું સંબોધન - ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં (Gujarat Gaurav Abhiyan Program) સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન જે કહે છે તે કરે જ છે. ગુજરાતને ભેટ આપવા વડાપ્રધાન અહીં આવ્યા છે. અંત્યોદયથી સૂર્યોદયનું લક્ષ્ય સાધી વડાપ્રધાને સૌને વિકાસની મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ રહ્યો છે.

વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ - વડોદરાના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ગુજરાતમાં રેલવેને 16,369 કરોડ રૂપિયાના 18 પ્રોજેક્ટ્સનું પણ (PM Modi to launch various railway projects) લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ વડાપ્રધાન રેલવેના વિવિધ 10,749 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 5 પ્રોજેક્ટનું લોકાર્પણ તથા 5,620 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન વડોદરામાં 571 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કર્યો હતો.

વડોદરાવાસીઓની પાંચે આંગળી ઘીમાંઃ PM - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હવે વડોદરામાં તમારા ઘરે એક દિવસ મહેમાનને ક્યાંક લઈ જવા હોય તો નવા બનેલા પાવાગઢમાં લઈ જાઓ. અને જો ત્રણ-ચાર દિવસ લઈ જવુ હોય તો સ્ટેચ્યૂ ઑફ યુનિટી લઈ જાઓ. એટલે હવે તો વડોદરાની તો પાંચેય આંગળીઓ ઘીમાં છે.

હિમાચલમાં થયા વડોદરાના વખાણ - વડાપ્રધાને વધુમાં ઉંમેર્યું હતું કે, ગઈકાલે (શુક્રવારે) હિમાચલમાં દેશભરના મુખ્ય સચિવો સાથે મુલાકાત કરી હતી. તેમાં વડોદરાએ જે 100 કરોડના બોન્ડ આપ્યા તેની ચર્ચા થઈ હતી. આ માટે હું વડોદરાને અભિનંદન આપુ છું. વડોદરાને સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને રેલવે યુનિવર્સિટી પણ મળી છે. વડોદરા દેશનું સૌથી જૂનું કોસ્મોપોલિટીન શહેર છે. વડોદરાના ગરબા હોય ત્યારે આખો દેશ જુએ. દેશના દરેક ખૂણાના લોકો અહી રહે છે અને ભણે છે. વડોદરા સર્વિસ સેક્ટરનું એક હબ પણ બન્યું છે. અહીં બોમ્બાર્ડિયર કંપનીની મેટ્રો દુનિયામાં જઈ રહી છે.

આ પણ વાંચોઃ PM Modi Pavagadh Visit: "સદીઓ અને યુગ બદલાય છે પણ આસ્થાનો શિખર શાશ્વત રહે છે"

વડાપ્રધાને લોન્ચ કરી યોજના - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો (PM Modi to launch Mukhyamantri Matrushakti Yojana) પ્રારંભ કરાવ્યો હતો. મહત્વનું છે કે, પ્રસુતિ પછીના પ્રથમ 1,000 દિવસ દરમિયાન પ્રસુતા માતાઓને યોગ્ય પોષકતત્વો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન ગુજરાતના તમામ આદિજાતિ તાલુકાઓમાં પોષણ સુધા યોજના પણ લોન્ચ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે 21,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમના વિવિધ વિભાગોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત (PM Modi to launch various development projects) કર્યું હતું.

આ પણ વાંચોઃ PM Modi in Vadodara : વડાપ્રધાનના આગમનને વડોદરાની મહિલાઓએ કેવી રીતે આવકાર્યું જૂઓ

વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ - વડોદરામાં યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ગુજરાતમાં રેલવેને 16,369 કરોડ રૂપિયાના 18 પ્રોજેક્ટ્સનું પણ (PM Modi to launch various railway projects) લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ વડાપ્રધાન રેલવેના વિવિધ 10,749 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 5 પ્રોજેક્ટનું લોકાર્પણ તથા 5,620 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાને વડોદરામાં 571 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ PM Modi visit Vadodara : વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ગૃહ રાજ્યપ્રધાને કરી સભા સ્થળની મુલાકાત

રેલવેના પ્રોજેક્ટ્સનું પણ PMએ કર્યું લોકાર્પણ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7,250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા પાલનપુર-મદાર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું લોકાર્પણ તેમ જ ગેજ પરિવર્તન બાદ અમદાવાદ-બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગઓફ કરાવ્યું હતું. આ ઉપરાંત લુનિધાર-ઢસા, પાલનપુર-રાધનપુર પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સિવાય વડાપ્રધાન ગાંધીધામમાં લોકોમોટિવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કર્યું હતું. તો વિજાપુર-આંબલીયાસણ, નડિયાદ-પેટલાદ, કડી-કટોસણ, આદરજ મોટી-વિજાપુર, જંબુસર-સમની, પેટલાદ-ભાદરણ અને હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનના ગેજ પરિવર્તનના કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે (PM Modi to launch various railway projects) કરવામાં આવ્યું હતું.

Last Updated : Jun 18, 2022, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.