અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવશે. વડાપ્રધાન આજે (શુક્રવારે) રાત્રે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ આવતીકાલે (18 જૂને) સવારે 9.15 વાગ્યે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન (PM Modi visit Pavagadh) કરશે. ત્યારબાદ તેઓ 11.30 વાગ્યે વિરાસદ વનની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ (PM Modi Public Meeting in Vadodara) ખાતે બપોરે 12.30 વાગ્યે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ (Gujarat Gaurav Abhiyan Sammelan) યોજાશે, જેમાં વડાપ્રધાનના હસ્તે 1.41 લાખ પરિવારોને ઘરનું ઘર મળશે.
આ પણ વાંચો- વડોદરામાં PM મોદીની સભા માટે બહાર ઉંચુ કટાઉટ થયું ટાઉન ઓફ ધ ટોક
વડાપ્રધાન લોન્ચ કરશે યોજના - વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (18 જૂને) ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો (PM Modi to launch Mukhyamantri Matrushakti Yojana) પ્રારંભ કરાવશે. આપને જણાવી દઈએ કે, પ્રસુતિ પછીના પ્રથમ 1,000 દિવસ દરમિયાન પ્રસુતા માતાઓને યોગ્ય પોષકતત્વો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન ગુજરાતના તમામ આદિજાતિ તાલુકાઓમાં પોષણ સુધા યોજના પણ લોન્ચ કરશે. આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે 21,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમના વિવિધ વિભાગોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત (PM Modi to launch various development projects) કરાશે.
વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ - વડોદરામાં યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ગુજરાતમાં રેલવેને 16,369 કરોડ રૂપિયાના 18 પ્રોજેક્ટ્સનું પણ (PM Modi to launch various railway projects) લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ વડાપ્રધાન રેલવેના વિવિધ 10,749 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 5 પ્રોજેક્ટનું લોકાર્પણ તથા 5,620 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન્રી વડોદરામાં 571 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કરશે.
આ પણ વાંચોઃ PM Modi visit Vadodara : વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ગૃહ રાજ્યપ્રધાને કરી સભા સ્થળની મુલાકાત
રેલવેના પ્રોજેક્ટ્સનું પણ PM કરશે લોકાર્પણ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7,250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ પાલનપુર-મદાર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું લોકાર્પણ તેમ જ ગેજ પરિવર્તન બાદ અમદાવાદ-બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગઓફ કરાવશે. આ ઉપરાંત લુનિધાર-ઢસા, પાલનપુર-રાધનપુર પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સિવાય વડાપ્રધાન ગાંધીધામમાં લોકોમોટિવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કરશે. તો વિજાપુર-આંબલીયાસણ, નડિયાદ-પેટલાદ, કડી-કટોસણ, આદરજ મોટી-વિજાપુર, જંબુસર-સમની, પેટલાદ-ભાદરણ અને હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનના ગેજ પરિવર્તનના કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે (PM Modi to launch various railway projects) કરવામાં આવશે.