- સરદાર ધામનું વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ
- મોદીએ દેશને પાઠવી તહેવારોની શુભેચ્છા
- કન્યા છાત્રાલયનો શિલાન્યાસ પણ કર્યો
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફ્રસિંગના માધ્યમથી આજે (શનિવાર) સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું. અને સરદારધામ-દ્વિતીય ચરણના કન્યા છાત્રાવાસના નિર્માણ માટે ભૂમિ પૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા.
સરદાર ધામની વિશેષતા
- ભવનના બેઝમેન્ટ પાર્કિંગમાં 450થી વધુ ગાડીઓના થઈ શકશે પાર્કિંગ
- 50 વધુ 3 સ્ટાર સુવિાધા ધરવાતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહ
- કાનૂની માર્ગદર્શન, સમાજ સુરક્ષા જેવી પ્રવૃતિઓ માટે 8થી વધુ કાર્યાલય
- ભવનના પ્રવેશ દ્વારમાં સરદારની 50 ફૂટ ઉંચી કાસ્ટની મૂ્ર્તી 3.50 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવશે
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં બનેલા સરદાર ધામનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું હતું કે, " આજના જ દિવસે 1893માં અમેરીકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરીષદમાં સ્વામીજીએ ભારતીય માનવતાના મૂલ્યોનો પરીચય આપ્યો હતો".
આ પણ વાંચો :કચ્છમાં વરસાદે કરી રાતપાળી, રાપરમાં 4 ઇંચ વરસાદ વરસતા ખેતરમાં પાણી ભરાયાં
વડા પ્રધાને આગળ જણાવ્યું કે," દેશમાં હાલમાં વિવધ તહેવારો ચાલી રહ્યા છે, લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા અને જૈન ધર્મમાં લોકો પર્યુષણ બાદ લોકો એક બીજાને ક્ષમાં માગીને મિચ્છામી દુક્ડમ કહેતા હોય છે, હુ પણ સમગ્ર દેશને મિચ્છામી દુક્ડમ કહું છું.