ETV Bharat / city

PM મોદી નેશનલ ગેમ્સ 2022નું કરશે ઉદ્ઘાટન,7000 ખેલાડીઓ મેદાને ઊતરશે - ફિટ ઇન્ડિયા અને યોગા ફોર લાઈફ

ગુજરાત સૌપ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સ 2022નું (36th National Games 2022) યજમાન બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi inaugurate the 36th National Games 2022) 29 સપ્ટેમ્બર 2022ના રોજ 36મી નેશનલ ગેમ્સ 2022નું નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ઉદઘાટન કરશે. ગુજરાતના છ મોટા શહેરોમાં આ રમતોનું આયોજન કરાયું છે. તેમાં 34થી વધુ રમતો રમાશે. આ નેશનલ ગેમ્સ 2022 એ 29 સપ્ટેમ્બર 2022થી 12 ઓકટોબર 2022 વચ્ચે રમાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સ 2022નું અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કરશે ઉદ્ઘાટન

author img

By

Published : Sep 23, 2022, 8:55 PM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર 2022ના રોજ 36મી નેશનલ ગેમ્સ 2022નું નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ઉદ્ઘાટન (PM Modi inaugurate the 36th National Games 2022 ) કરશે. નેશનલ ગેમ્સ 2022નું આયોજન સૌપ્રથમ વખત ગુજરાતમાં થયું છે. અને ગુજરાતના છ શહેરો અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરામાં 34થી વધુ રમતો રમાશે. દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 7,000 ખેલાડીઓ ભાગ લેશે.

ખેલાડીઓમાં અનેકો ઉત્સાહ ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સ 2022માં (36th National Games 2022 first time in Gujarat) અનેક રમતોમાં નવા કિર્તિમાન રેકોર્ડ બ્રેક થશે અને નવા સિદ્ધિ સિમાચિન્હો સર કરશે. નેશનલ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓમાં અનેકો ઉત્સાહ જોવાઈ રહ્યો છે. તમામ ખેલાડીઓ ગુજરાત આવશે અને ગુજરાતની ભૂમિને જોશે, ત્યારે તેમનામાં નવી શક્તિનો સંચાર થશે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી નેશનલ ગેમ્સ 2022ની યજમાની કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તમામ રમતના મેદાનો પર સાફસફાઈ અને રંગરોગાન થઈ ગયા છે.

36મી નેશનલ ગેમ્સની યજમાની ગુજરાતને મળી 8 જુલાઈ, 2022ના રોજ નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં યોજાશે, તેવી સત્તાવાર જાહેરાત થઈ ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે સાત વર્ષના લાંબા વિરામ બાદ યોજાઈ રહેલ નેશનલ ગેમ્સની યજમાની ગુજરાતને મળી છે, તેની દરખાસ્તનો અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. અમે ઈન્ડિયન ઓલીમ્પિક એસોસિએશનનો (Indian Olympic Association) આભાર વ્યકત કરીએ છીએ. આ નેશનલ ગેમ્સમાં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી અને મલખમ જેવી 34 રમતો ઈન્ડોર અને આઉટડોર સ્ટેડિયમમાં રમાશે.

ગુજરાતમાં સ્પોર્ટસ કલચર રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 36મી નેશનલ ગેમ્સ 2022ના આયોજન અને સફળતામાં ગુજરાત કોઈ કસર છોડશે નહી. ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ (Gujarat Sports Hub) બનવા ભણી આગળ વધી રહ્યું છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની શરૂઆત 2010માં કરી હતી. તેની જ્વલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલચર ઉભુ થયું છે. એક આખી ઈકો સિસ્ટમ ઉભી થઈ છે. ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઈ, મુરલી ગાવિત જેવા રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ આપણને મળ્યા છે.

ગુજરાત વિશાળ પ્લેટફોર્મ પુરુ પાડશે ગુજરાત સરકારે સ્પોર્ટસ પોલીસીની જાહેરાત (Announcement of Sports Policy) કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણોને આકર્ષ્યા છે. ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ કોમ્પલેક્સ (World Class Sports Complex) સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને પદ્ધતિસર અને સાયન્ટિફિક તાલીમ માટે સ્પોર્ટસ યુનિવર્સિટી ગુજરાતે શરૂ કરી છે. દેશ આખો જાણે છે કે દેશભરના પ્રતિભા સપન્ના ખેલાડીઓને 36મી નેશનલ ગેમ્સમાં વિશાળ પ્લેટફોર્મ ગુજરાત પુરુ પાડશે. વર્ષ 2022માં 2.5 કરોડની સરખામણીમાં આજે રમતગમત માટેનું આશરે 250 કરોડનું ભવ્ય બજેટ ફાળવવામાં આવ્યુ છે. હવે જ્યારે ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (Public Private Partnership) અંતર્ગત એકા એરેના થકી બનેલા ટ્રાન્સ્ટેડીયા જેવા ગુજરાતના 6 શહેરોમાં અત્યાધુનિક વિશાળ સ્ટેડિયમમાં દેશભરના અંદાજિત 7,000 રમતવીરોને 34થી વધુ રમતો રમવાનો અવસર પ્રાપ્ત થશે.

જાણીતા ક્રિકેટરો અને જાણીતા ખેલાડીઓને આમંત્રણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Modi Stadium in Ahmedabad) નેશનલ ગેમ્સ 2022નો 29 સપ્ટેમ્બરે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જે રંગારંગ સમારોહમાં દોઢ લાખ રમતપ્રેમીઓ અને ખ્યાતનામ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઉદઘાટન સમારોહમાં બોલીવુડના હીરો સલમાન ખાન, શાહરુખ ખાન, રણબીર કપુર, અજય દેવગણ, અનુપમ ખેર ઉપરાંત અભિનેત્રીઓમાં કંગના રનૌટ, કિરણ ખૈર અને માધુરી દિક્ષિત આવે તેવી શકયતાઓ છે. તે ઉપરાંત જાણીતા ક્રિકેટરો અને જાણીતા ખેલાડીઓને આમંત્રણ અપાયા છે. નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. નેશનલ ગેમ્સના સમયગાળા દરમિયાન સાથોસાથ નવરાત્રિ પણ છે. આથી ખેલાડીઓ ગુજરાતની ગરબાની આ ભાતીગળ સંસ્કૃતિને રમતોત્સવની સાથે માણી શકશે. જેથી આ બાબતને ધ્યાને રાખીને જ નેશનલ ગેમ્સની તારીખો નક્કી કરાઈ છે.

સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાશે નેશનલ ગેમ્સ છેલ્લે 2015માં કેરળમાં (National Games held in Kerala ) યોજાયો હતો. અને ત્યાર બાદ કોરોના વાયરસના કહેરમાં વિવિધ કારણોસર આ રમતોત્સવ મુલતવી રખાયો હતો. એટલે સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઈ રહ્યો છે. નેશનલ ગેમ્સમાં યોગાસનને સૌપ્રથમ વાર સ્થાન મળ્યું છે. જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને યોગાસનનું આધુનિક સ્વરૂપ જોવા મળશે. આ રાષ્ટ્રીય રમતોત્સવમાં યોગાસનના સમાવેશ થકી ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અને યોગા ફોર લાઈફ (Fit India and Yoga for Life) મંત્રોને યોગા એઝ સ્પોર્ટ્સ અને યોગાસન નેશનલ ગેમ્સ થકી સાર્થક કરશે.

રમતવીરોએ 10 આસનો કરવાના રહેશ રમત તરીકે યોગાસન સ્પર્ધાઓ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ઇવેન્ટ્સમાં યોજાય છે. કલાત્મક, લયબદ્ધ અને પરંપરાગત. કલાત્મક યોગાસન એ કલાત્મક જિમ્નેસ્ટિક્સ જેવું જ છે. રમતવીરોએ તેમના પ્રદર્શનને સંગીત સાથે સમન્વયિત કરતી વખતે ત્રણ મિનિટ માટે મુદ્રામાં યોગા પ્રદર્શન કરવાનું રહે છે. રમતવીરોએ પૂર્વનિર્ધારિત સૂચિમાંથી 10 આસનો કરવાના હોય છે, જેમાં પગનું સંતુલન, હાથનું સંતુલન, પાછળ ઝૂકવું, આગળ ઝૂકવું અને શરીરને વાળવું એ મુખ્ય સંતુલન પ્રવૃતિઓ હોય છે. કલાત્મક યોગાસન વ્યક્તિગત તેમજ જોડી કેટેગરીમાં યોજાય છે.

સંતુલન અને સ્થિરતા પર ભાર પરંપરાગત યોગાસન ઇવેન્ટમાં સંતુલન અને સ્થિરતા પર ભાર મૂકવામાં આવતા આસન પર આધાર રાખીને સહભાગીઓએ 15 સેકન્ડ અથવા 30 સેકન્ડ માટે તેમની મુદ્રાઓમાં સ્થિર રહેવાનું હોય છે. ત્રીજી ઇવેન્ટ કેટેગરી, લયબદ્ધ યોગાસન, જોડી અને પાંચના જૂથોમાં યોજવામાં આવે છે. ખેલાડીઓએ એકબીજા સાથે સુમેળમાં આસનો કરવા અને દરેક મુદ્રામાં પાંચથી સાત સેકન્ડ સુધી જાળવી રાખવાના હોય છે. તેમાં બે મુદ્રાઓ વચ્ચે સ્મૂધ ટ્રાન્ઝિશન માટે પણ પોઈન્ટ્સ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.