ETV Bharat / city

PM Modi Gujarat Visit: રૂડા વતનની ધરા પર PM મોદીનું થશે ભવ્ય સ્વાગત, તૈયારીઓને આપવામાં આવ્યો આખરી ઓપ - અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદી

PM મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. આ માટે અમદાવાદ ખાતે PM મોદીના સ્વાગત અને સુરક્ષા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

PM Modi Gujarat Visit: રૂડા વતનની ધરા પર PM મોદીનું થશે ભવ્ય સ્વાગત, તૈયારીઓને આપવામાં આવ્યો આખરી ઓપ

author img

By

Published : Mar 10, 2022, 11:57 PM IST

Updated : Mar 11, 2022, 11:37 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. અમદાવાદમાં ઘણા સમય બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે તેમના સ્વાગત માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PM મોદીના સ્વાગત માટે રંગ-રોપાણ અને રોશનીનો શણગાર કરવામાં આવી રહ્યો છે.

PM આવતીકાલે અને 12મી માર્ચના રોજ મુલાકાત લઈ રહ્યા છે.

GMDCમાં સરપંચ સંમેલનમાં PM મોદી સંબોધન આપશે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી આવતીકાલે અને 12મી માર્ચના રોજ મુલાકાત લઈ રહ્યા છે. આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC મેદાન (Ahmedabad GMDC Ground)માં સરપંચ સંમેલનને સંબોધિત કરશે. તેમની આ મુલાકાત ભાજપના વૈચારિક માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 3 દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકની શરૂઆત સાથે જ થશે, જે આ વખતે અમદાવાદમાં યોજાઈ રહી છે.

આ પણ વાંચો: PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!

એરપોર્ટથી કમલમ સુધી યોજાશે ભવ્ય રોડ શો

આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટ (PM Modi At Ahmedabad International Airport)થી લઇ ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રોડ શો યોજાવાનો છે. જેમાં 4 લાખ કરતાં વધુ લોકો જોડાવાની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરાત કરી હતી. અમદાવાદના જે રસ્તાઓ ઉપરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થવાના છે તે રસ્તાઓ ઉપરના ડિવાઈડરને કલર કામ કરી દેવામાં આવ્યું છે. ડિવાઈડર પર લાગેલા વૃક્ષો અને છોડો કાપકૂપ કરીને સુંદર બનાવી દેવામાં આવ્યા છે. રસ્તા ઉપરની ગંદકી દૂર કરી દેવામાં આવી છે.

ખેલ મહાકુંભને PM મોદી આપશે લીલીઝંડી

કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમમાં તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

12 તારીખે દેશના વડાપ્રધાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ (sardar patel stadium navrangpura)માં યોજાવા જઇ રહેલા ખેલ મહાકુંભને લીલી ઝંડી આપવાના છે. કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમમાં તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમ શણગારવામાં આવ્યું છે. સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં રોડ સરખાં કરી દેવામાં આવ્યા છે. રસ્તા પર વૃક્ષોને કાપીને અલગ અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit 2022 : એરપોર્ટથી કમલમ સુધી પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોની ધૂમ તૈયારીઓના જૂઓ દ્રશ્યો

PM મોદીની સુરક્ષામાં કેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રહેશે ખડેપગે

PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે થઈને અલગ અલગ ટીમો બનાવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ ખાતે 1 IG, 3 DCP, 4 ACP, 12 PI, 50 PSI, 800 હેડ કોન્સ્ટેબલ, 870 કોન્સ્ટેબલ ગોઠવવામાં આવ્યા છે. તો નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1 IG, 1 DIG, 5 DCP, 9 ACP, 35 PI, 157 PSI, 615 હેડ કોન્સ્ટેબલ, 822 કોન્સ્ટેબલ છે. GMDC ખાતે 1 IG, 11 DCP, 15 ACP, 48 PI, 163 PSI, 1615 હેડ કોન્સ્ટેબલ, 1853 કોન્સ્ટેબલ ગોઠવવામાં આવ્યા છે.

PMની સુરક્ષામાં ટ્રાફિક પોલીસ

1 IG, 5 SP, 10 DYSP, 34 PI, 55 PSI, 2 હજાર ટ્રાફિક જવાનો.

Last Updated : Mar 11, 2022, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.