ETV Bharat / city

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ એવી કઈ વાત કરી કે સૌરાષ્ટ્રવાસીઓ, ખેડૂતો, સહકારી આગેવાનો અને મહિલાના દિલ જીતી લીધાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ગુજરાત (PM Modi Gujarat Visit) આવે છે ત્યારે અનેરી છાપ છોડીને જાય છે. આજે એક દિવસના પ્રવાસમાં મોદીએ સૌરાષ્ટ્રવાસીઓ, ખેડૂતો, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલાનો વંદન કરીને અને મહિલાઓના દિલ (PM Modis influence on the masses ) જીતી લીધા હતાં. એવી કઈ વાત મોદીએ કરી કે બધા રાજી થયાં?

author img

By

Published : May 28, 2022, 9:25 PM IST

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ એવી કઈ વાત કરી કે સૌરાષ્ટ્રવાસીઓ, ખેડૂતો, સહકારી આગેવાનો અને મહિલાના દિલ જીતી લીધાં
PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ એવી કઈ વાત કરી કે સૌરાષ્ટ્રવાસીઓ, ખેડૂતો, સહકારી આગેવાનો અને મહિલાના દિલ જીતી લીધાં

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના (PM Modi Gujarat Visit) પ્રવાસે હતા. તેમણે ગોંડલના આટકોટમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું અને જાહેરસભાને સંબોધન કર્યું હતું, ત્યાર પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Gujarat) એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ બન્ને જાહેર સમારંભમાં વડાપ્રધાન મોદીએ કેટલીક એવી વાતો કરી હતી કે તેમણે જૂની વાતને યાદ કરી અને હાલ શું ફેરફાર કરાયો છે, તે રજૂઆત કરી હતી. પહેલા શું હતું? અને હવે શું છે?

મેં એવું કોઈ કામ નથી કર્યું કે…- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi in Gujarat) સરકાર બન્યાને 8 વર્ષ પૂર્ણ થયા છે. તે વાતને ખૂબ સરસ રીતે રજૂ કરીને જનતાને જણાવ્યું હતું કે રાષ્ટ્ર સેવાના આઠ વર્ષ પુરા કરી રહી છે. આજે ગુજરાતની ઘરતી પર આવ્યો છું ત્યારે નતમસ્તક થઇને ગુજરાતની દરેક જનતાનું આદરપૂર્વક નમન કરુ છું. ગુજરાતની જનતાએ સમાજમાં કેવી રીતે જીવવું, કેવી રીતે લોક કલ્યાણના કામ કરવા તે દરેક વાત શિખવાડી છે. તે વાતને કારણે સતત આઠ વર્ષ માતૃભૂમિની સેવામાં મે કોઇ કસર બાકી રાખી નથી. આ તમારા સંસ્કાર છે, આ માટીના સંસ્કાર છે, પૂજય બાપુ અને સરદાર વલ્લભભાઇ પટેલની પવિત્ર ધરતીના સંસ્કાર છે. આઠ વર્ષમાં ભૂલથી પણ કોઇ કામ એવું નથી કર્યુ કે કરવા નથી દીધું કે જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરિકે તેનું શિર નમાવવું પડે.

આ પણ વાંચોઃ આટકોટમાં વડાપ્રધાને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

સૌરાષ્ટ્રને શું આપ્યું ? -પીએમ મોદીએ (PM Modi Gujarat Visit)સૌરાષ્ટ્રને રીઝવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતમાં રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી છે તેનું કામ ઝડપથી થઇ રહ્યું છે.જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીનનું મોટુ સેન્ટર WHO દ્વારા મળ્યું છે. રોરો ફેરી સર્વિસ ચાલુ થઇ છે અને સુરતથી કાઠીયાવાડ હવે ગણતરીના કલાકોમાં પહોચાય છે. આજે બંદરો ધમધમી રહ્યા છે. આજે ગુજરાતની તાસીર બદલાઇ છે. આજે દવાની મોટી કંપનીઓ સૌરાષ્ટ્રની ધરતીઓ પર આવી છે. આ રજૂઆત કરીને નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રવાસીઓનું દિલ (PM Modis influence on the masses ) જીતી લીધું હતું.

ફર્ટીલાઈઝર સબસિડી બે લાખ કરોડને પાર - વડાપ્રધાને મહાત્મા મંદિરમાં આયોજિત ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓને વંદન કરીને જણાવ્યું હતું કે યુરિયા ખાતરના કાળા બજાર હવે ભૂતકાળ બની ગયો છે. અને હવે યુરિયા ખાતર સરળતા મળી રહ્યું છે. યુરિયાની એક બેગ રૂપિયા 3500ની પડે છે, જે ખેડૂતોને ફક્ત 300 રૂપિયામાં આપીએ છીએ. 3200 રૂપિયાથી વધુ સબસીડી સરકાર આપે છે. અમારી પહેલાની સરકારોને DAP પર ફક્ત 500 રૂપિયા સબસીડીનો બોજ હતો. અમારી સરકારને DAPની 50 કિલોની બેગ પર 2500 રૂપિયાની સબસીડીનો બોજ છે. ગયા વર્ષે 1.60 લાખ કરોડની સબસીડી ફર્ટિલાઈઝર પર ખેડૂતોને આપી છે. આ વર્ષે આ સબસીડી 2 લાખ કરોડને પાર થશે. ખેડૂતોના હિતમાં જે પણ જરૂરી છે તે કરીશું, કરીએ છીએ અને કરતા રહીશું. આમ કહીને મોદીએ ખેડૂતોના દિલ (PM Modis influence on the masses ) જીતી લીધા હતાં.

આ પણ વાંચોઃ Absence of Naresh Patel : આટકોટમાં પીએમ મોદીના કાર્યક્રમમાં ન આવ્યાં નરેશ પટેલ, તો હવે શું?

મહિલાઓનું મોટુ યોગદાન - ડેરી સેકટરમાં કોઓપરેટિવ મોડલનું ઉદાહરણ આપણી સામે છે, તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક છે, જેમાં અમુલ સહિતની ડેરીઓની ગુજરાતની સૌથી મોટી હિસ્સેદારી છે. વીતેલા વર્ષોમાં ડેરી સેકટર ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. અને ગ્રામિણ સેકટરને વધુ કોન્ટ્રીબ્યૂટ કરી રહ્યું છે. તેમાં મહિલાઓનું સૌથી મોટુ યોગદાન રહ્યું છે.

સૌના દિલ જીતી લીધા -આમ વડાપ્રધાન મોદીએ (PM Modi Gujarat Visit) સૌરાષ્ટ્રવાસીઓ, ખેડૂતો અને મહિલાઓના સંબોધન દરમિયાન દિલ (PM Modis influence on the masses ) જીતી લીધા હતાં. તેમના યોગદાનને યાદ કરીને દેશની સેવા કરી છે, તેમ કહીને બિરદાવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.