ETV Bharat / city

PM Modi Gujarat Visit: વડાપ્રધાનના કાર્યક્રમમાં 2800 બસો મૂકી શકતા હો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પણ મૂકો - કોંગ્રેસ - ગુજરાતમાં આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ

PM મોદીની ગુજરાત મુલાકાત (PM Modi Gujarat Visit) પર કૉંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે શિક્ષકોને અભ્યાસ સિવાયની કામગીરી સોંપવી RTEનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે PM મોદીના કાર્યક્રમમાં જો બસો મુકી શકતા હો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ વખતે વિદ્યાર્થીઓ માટે પણ બસો મુકો.

વડાપ્રધાનના કાર્યક્રમમાં 2800 બસો મૂકી શકતા હો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પણ મૂકો - કોંગ્રેસ

author img

By

Published : Apr 20, 2022, 10:30 PM IST

અમદાવાદ: PM મોદીના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) પર કૉંગ્રેસે પ્રહાર કર્યા છે. કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન 18 તારીખે વિદ્યા સમીક્ષામાં શિક્ષકોને વર્ગખંડમાં અભ્યાસ પર ભાર આપવાની વાત કરે છે અને તે વાતના 24 કલાક થયા નથી, શિક્ષકોને દાહોદમાં મહાસંમેલન (Adivasi Mahasammelan Dahod)માં ભીડ ભેગી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે.

માત્ર વિકાસના નામે તાયફા જ કરવામાં આવી રહ્યા છે.

RTE મુજબ શિક્ષકોના નિયમોનું ઉલ્લંઘન- RTE મુજબ શિક્ષકો (Responsibility of teachers as per RTE)ને અભ્યાસ સિવાય અન્ય કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી, પરંતુ તેનું ગુજરાતમાં ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા જ દરેક શિક્ષકોને જવાદારીના ઓર્ડર સોંપી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: PM Modi In Dahod: દાહોદમાં PM મોદીએ 21 હજાર કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ, કહ્યું- ઋણ ચૂકવવાનો મોકો મળે તો જતો નથી કરતો

વડાપ્રધાનના સંમેલનમાં બસની ભરમાર- કૉંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં ખોટ જવાથી 2,800 બસ બંધ (Buses Suspended In Villages In Gujarat) કરી દેવામાં આવે છે, જેના કારણે લોકોએ જીવના જોખમે પ્રાઇવેટ સાધનોમાં મુસાફરી કરવી પડે છે. બીજી બાજુ વડાપ્રધાનના કાર્યક્રમમાં 2,800 બસ મુકવામાં (Buses For PM Modi's Program) આવે છે.

સચિવાલયની પરીક્ષામાં વધારાની બસ મુકવામાં આવે- લોકરક્ષકની ભરતી (lokrakshak recruitment 2022)માં સરકારે વધારાની બસ ન મુકતા વિદ્યાર્થીઓએ 2-3 કલાક સુધી રાહ જોવી પડી હતી. પછી ન છૂટકે પ્રાઇવેટ સાધનમાં જવા મજબૂર બન્યા હતા. જેથી સરકાર સામે કૉંગ્રેસે માંગણી કરી હતી કે, રવિવારે લેવાનારી બિન સચિવાલયની પરીક્ષા (bin sachivalay exam 2022)માં વધારાની બસ મુકવામાં આવે. જો તમે વડાપ્રધાનના કાર્યક્રમમાં મૂકી શકતા હોય તો પરીક્ષામાં પણ મુકવી જોઈએ.

આ પણ વાંચો: LRD Exam Gujarat 2022: LRDની પરીક્ષાને લઈને પરિવહન નિગમની મહત્વની જાહેરાતા, વધારાની ST બસો મુકાશે

વિકાસને નામે માત્ર મોટી જાહેરાત જ કરવામાં આવે છે- કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તાર (Tribal area problems)માં સૌથી મોટી સમસ્યા કુપોષણ (malnutrition in tribal areas in gujarat), શિક્ષણ (Education In Tribal Area Gujarat), આરોગ્ય, શાળા જેવી સમસ્યા છે. 2 વર્ષ પહેલાં 28 હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા અને આજ પણ 20 હજાર કરોડમાં ફાળવવામાં આવ્યા. જો આનો સરવાળો કરવામાં આવે તો દરેક આદિવાસીને ઘરદીઠ 1 લાખ આપી શકાય તેટલી મોટી રકમ છે, પણ માત્ર વિકાસના નામે તાયફા જ કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.