અમદાવાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. તેમાં અમદાવાદમાં ખાદી ઉત્સવ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે. પીએમ મોદીએ આપેલા આઝાદી કા અમૃત મહોત્સવના આહ્વાહન હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નિર્ણાયક બનેલી ખાદીની મહત્તાને દર્શાવવા અને તેને ભાવાંજલિ આપવા 27 ઓગસ્ટ 2022 શનિવારના રોજ ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમના સમાપન સત્રને પીએમ મોદી દ્વારા સંબોધિત કરવામાં આવશે.
ખાદી ભારતના સમૃદ્ધ વારસા અને સ્વતંત્રતાનું પ્રતીક છે ખાદીનું બીજું નામ ખદ્દર પણ છે અને તે ગ્રામીણ ભારત માટે આજીવિકાનું એક મહત્વનું માધ્યમ છે. ખાદીના કાંતણ અને વણાટે ભારતના નાગરિકોને વધુ આત્મનિર્ભર બનાવીને બ્રિટિશ સામ્રાજ્યને વિખેરી નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ગાંધીજીની વિદેશી માલસામાનના બહિષ્કારની નીતિએ આઝાદી મેળવવા માટે પાયાના પથ્થરની ભૂમિકા ભજવી છે. તેથી તેમણે વ્યૂહાત્મક રીતે આ માટે ચરખાને એક સાધન તરીકે અપનાવ્યું હતું.
પીએમ મોદીનો કાર્યક્રમ ક્યાં યોજાશે આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આવુ આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશની નવી પેઢીને ખાદી વિશે અવગત કરાવીને તેનો ઉપયોગ વધારવા માટે Khadi for Fashion Khadi for Nation Khadi for Transformation ના પીએમ મોદીએ આપેલા મંત્રને છેવટ સુધી પહોંચાડવાનો છે.પીએમ મોદી ખાદી ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે અને સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદીએ ખાદીને પ્રોત્સાહન આપ્યું છે અને તેને જનતામાં અને વિદેશી મહાનુભાવોમાં પણ લોકપ્રિય બનાવ્યું છે.
આ પણ વાંચો PM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ
સખત પ્રયત્નોને કારણે ખાદી ઉત્પાદનમાં વેગ જોવા મળ્યો છે KVIC મુજબ ખાદીના ઉત્પાદનમાં 172 ટકા વધારો થયો છે અને 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 1920ના દાયકાથી અત્યારસુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને ચરખા ઉત્ક્રાંતિને પણ દર્શાવવામાં આવશે. આ ચરખા ઉત્ક્રાંતિમાં યરવડા ચરખાની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થશે. જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓનું પ્રતીક બનશે. આ ચરખા ઉત્ક્રાંતિ પ્રદર્શનની પીએમ મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે અને સાથે જ પોન્ડુરુ ખાદીના ઉત્પાદનનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.
આ પણ વાંચો વડોદરા ખાદી ચરખા ખાતે 2020 ફેશન શો યોજાયો
સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ યોજાશે પીએમ મોદી તેમની સાથે ચરખો કાંતશે. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગપ્રધાન પણ સંબોધન આપશે.
અન્ય શું હશે આ કાર્યક્રમમાં આ ઉપરાંત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઓફિસ બિલ્ડીંગ અને સાબરમતી ખાતે ફૂટ ઓવર બ્રિજનું ઈ ઉદઘાટન, પીએમ મોદી દ્વારા હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખાદી પર એક ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવશે. જેમાં ખાદીના પરંપરાગત ફેબ્રિકથી લઈને આજના ફેશન સ્ટેટમેન્ટ સુધીની પ્રગતિ ખાદી દ્વારા મહિલા સશક્તિકરણ ભારતની અર્થવ્યવસ્થામાં ખાદીનું મહત્વ અને પીએમ મોદી દ્વારા ખાદીના વિકાસમાં આપવામાં આવતા સતત પ્રોત્સાહનને દર્શાવવામાં આવશે. Khadi Festival in Ahmedabad , 7500 women khadi artisans Charkha demonstration , Spinning Wheel World Record, PM Modi Gujarat Visit August 2022 ,Azadi ka Amrit Mahotsav 7500 મહિલા પીએમની હાજરીમાં રેકોર્ડ કરશે, અમદાવાદમાં ખાદી ફેસ્ટિવલ, ચરખાનો વર્લ્ડ રેકોર્ડ, પીએમ મોદી ગુજરાત પ્રવાસ ઓગસ્ટ 2022