અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે (શનિવારે) બીજો દિવસ (PM Modi Gujarat Visit 2022) છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજભવનથી દહેગામના લવાડ ગામ સુધી રોડ શૉ (PM Modi Road Show) યોજયો હતો. ત્યારબાદ તેઓ સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (PM Modi at the National Defense University) પહોંચી ગયાં હતાં. જ્યાં તેઓ નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું.. પીએમ મોદીએ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી જોશભર્યું પ્રેરક સંબોધન કર્યું છે.
-
#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी गांधीनगर के दहेगाम में रोड शो कर रहे हैं। इस दौरान लोगों ने भारत माता की जय का नारा लगाया। pic.twitter.com/XoS82G8KLe
— ANI_HindiNews (@AHindinews) March 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी गांधीनगर के दहेगाम में रोड शो कर रहे हैं। इस दौरान लोगों ने भारत माता की जय का नारा लगाया। pic.twitter.com/XoS82G8KLe
— ANI_HindiNews (@AHindinews) March 12, 2022#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी गांधीनगर के दहेगाम में रोड शो कर रहे हैं। इस दौरान लोगों ने भारत माता की जय का नारा लगाया। pic.twitter.com/XoS82G8KLe
— ANI_HindiNews (@AHindinews) March 12, 2022
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી પ્રેરણા
પીએમ મોદીના હસ્તે ડોક્ટરેટ સહિતના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી.આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં કઇ રીતે આ યુનિવર્સિટીનું મહત્ત્વપૂર્ણ સ્થાન જમાવાયું છે તેની સમજ આપી હતી. આઝાદીના અમૃત મહોત્સવ વિશે જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યાં હતાં. અંગ્રેજોના સમયમાં દેશની રક્ષાનું, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા માટે, દંડા ચલાવનારા લોકોને ભરતી કરતાં હતાં. તેમનું કામ નાગરિકો પર દંડો ચલાવવાનું જ કામ હતું. પરંતુ દેશની આઝાદી બાદ તેમાં પરિવર્તનની જરુર હતી પણ તે દિશામાં આપણે બહુ પાછળ રહી ગયાં. પોલીસ એટલે શું તેના પરસેપ્શનમાં બદલાવની જરુરત માટે એવા લોકોને આ ક્ષેત્રમાં લાવવાની જરુર છે જે પર લોકોને વિશ્વાસની અનુભૂતિ થાય. તે દિશામાં જે પ્રયાસ થયો તે હવે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના સ્વરુપમાં આપની સમક્ષ છે.
નવી પોલીસની સમજ વ્યક્ત કરતાં પીએમ
ટ્રેઇન્ડ મેનપાવર જે બધું સંભાળે ટેકનોલોજીકલ, હ્યુમન સાયકોલોજી જાણો, યંગ લોકોને સમજે નેગોસિએશન કરી શકે તેવા સુરક્ષાના સંદર્ભમાં નવી પેઢીના યુવાનોને તૈયાર કરવાનો મૂળ મંત્ર લઇને પોલીસને ડેવલપ કરવાનું આ કામ છે. ફિલ્મોમાં થતાં સૌથી વધુ ભદ્દું ચિત્રણ પોલીસનું હોય છે. કોરોનાકાળમાં પોલીસની સેવાની વિવિધ વિડીયો ઘણી વાયરલ થઇ એ આપણે જોઇ છે.
દિવ્યાંગોને ટ્રેનિંગથી પૂરક સુરક્ષા વર્તુળમાં શામેલ કરી શકાય તો ખૂબ ઉપયોગી બની શકે છે.
ગૃહપ્રધાન અમિત શાહે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું
આજે હું અહીંયા આવ્યો છું ત્યારે કે જ્યારે પીએમ મોદીએ રક્ષા યુનિવર્સિટીને પીએમ મોદીએ દેશને સમર્પિત કરી છે.
વર્ષ 2002 થી 2013 માં મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં. મુખ્યપ્રધાન બન્યા બાદ કાયદો અને વ્યવસ્થા બાબતે હોલિસ્ટિક એપ્રોચથી જોવાની શરૂવાત કરી.એક જ પ્રકારની ટ્રેનિંગ થતી હતી. ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું કે જેમાં પોલીસ સ્ટેશન ઓનલાઈન કારવામા આવ્યાં. તમામ સ્ટેશન માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું.જેમાં હજુ સુધારો કરવાની જરૂર જ નથી.ત્યારબાદ જેલ અને ફોરેન્સિક યુનિવર્સિટી કામ કર્યું હતું. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તૈયાર કરવામાં આવી. 2018 થી અભ્યાસ કરનારા 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આજે પદવી જેના હાથે મળી રહી છે તે વૈશ્વિક નેતા છે. સમગ્ર વિશ્વમાં મોદી વૈશ્વિક નેતા છે.
આ પણ વાંચો- PM Modi Met Hiraba: PM મોદી સાંજે હીરાબા સાથે જમ્યાં, ખબરઅંતર પૂછ્યાં
વિદ્યાર્થીઓને એનાયત કરાશે પદવી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો પ્રારંભ (PM Modi will inaugurate Khel Maha Kumbh) કરાવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. અહીં 1,090 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
વડાપ્રધાન નવનિર્મિત કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન: યુનિવર્સિટીના આ પદવીદાન સમારોહમાં 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ અને 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.