ETV Bharat / city

PM મોદીએ કહ્યું, સાબરમતીનો આ કિનારો આજે ધન્ય બની ગયો - ખાદી ઉત્સવ 2022

કચ્છના ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટ 2022ના રોજ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવા માટે શનિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીને વેલકમ કરવા માટે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ગુજસેલમાં થોડા સમય માટે એક મિટિંગ યોજી હતી. અમદાવાદ આવ્યા બાદ તેઓ ખાદી ઉત્સવમાં ભાગ લેશે. એ પછી રીવરફ્રન્ટ પરત તૈયાર થયેલા અલટબ્રીજનું પણ લોકાર્પણ કરશે. PM Modi Ahmedabad Visit, Ahmedabad Sabarmati Riverfront, Khadi Utsav 2022,

Pm modi Ahmedabad Visit 2022 Khadi Utsav Atal Bridge Sabarmati Riverfront August 2022

author img

By

Published : Aug 27, 2022, 4:49 PM IST

Updated : Aug 27, 2022, 7:19 PM IST

અમદાવાદ: શનિવારે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી (PM Modi Ahmedabad Visit) બપોરે 2.30 વાગ્યે આવી ગયા હતા. રીવરફ્રન્ટ જવા (Ahmedabad Sabarmati Riverfront) માટે 5 વાગ્યે રવાના થયા હતા. તે વચ્ચેના સમયમાં એરપોર્ટ એક મહત્ત્વની પર બેઠક યોજી હતી. તેમાં ગુજરાતના પ્રશ્નોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી. તેમજ વિકાસ કામોના મુદ્દાને લઈને તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ કેટલું (Ahmedabad Metro Rail Corporation) પુર્ણ થયું છે, અને હવે કેટલું બાકી છે. મેટ્રો ટ્રેનના ટ્રાયલનો રીપોર્ટ પણ લીધો હતો. જો કે મેટ્રો ટ્રેનના ધીમા કામને લઈને તેમણે આ કામ ઝડપી કરવા પણ કહ્યું હતું. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ સંભાળતા અધિકારીઓને તાકીદ કરી હતી, કે મેટ્રો ટ્રેન ઝડપથી શરૂ થવી જોઈએ. કદાચ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા તે પહેલા વડાપ્રધાન ખૂદ મેટ્રો ટ્રેનના એક રૂટને શરૂ કરાવશે. તેવી તૈયારીઓ કરવા કહેવાયું છે.

ગુજરાતે ખાદીને નવજીવન આપ્યું

આ પણ વાંચો: જસ્ટિસ યુયુ લલિત બન્યા 49માં ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ

ગાંધી આશ્રમ પ્રોજેક્ટ: ગાંધીઆશ્રમનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાને કામની સમીક્ષા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનો પ્લાન છે. જેને જાહેરહિતની અરજી સાથે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે તેમાં ગાંધીજીના મુલ્યો અને વારસાનું સંપૂર્ણ જતન કરીને ગાંધી આશ્રમના ઢાંચીને બદલાશે નહી, તેવી સરકારની હૈયાધારણા પછી મંજૂરી અપાઈ હતી. જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું છે તેની વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.

આ પણ વાંચો: CDR જાસૂસી કોભાંડમાં આરોપી પોલીસકર્મી વિપુલ વિરુદ્ધ સુરતમાં થઈ ફરિયાદ

રાજકીય સ્થિતિ: હાલ શું છે રાજકીય સ્થિતિ તે અંગે પણ તાગ મેળવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રચારને લઈને પણ ચર્ચા થઈ હોવાનું ચર્ચાય છે. અરવિંદ કેજરીવાલ પાંચ ગેરંટી આપીને ગયા છે, તેની લોકમાનસ પર શું અસર થઈ છે, તેની જાણકારી રાખવી જરૂરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શું સ્થિતિ છે, તે અંગે પણ તેમણે વિગતો જાણી હતી. સરકારની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડાપ્રધાન મોદી સમક્ષ સમગ્ર ચિત્ર રજૂ કર્યું હોવાનું કહેવાય છે. તે વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Aug 27, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.