ETV Bharat / city

ગુજરાતમાં 20 જુલાઈ સુધીમાં 64.28 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર - Kharif crops

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારિખ 25 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં વેધર વોચ ગૃપનો વેબીનાર યોજવામાં આવ્યો હતો.

kharif crops
ગુજરાતમાં 20 જુલાઈ સુધીમાં 64.28 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર
author img

By

Published : Jul 21, 2020, 10:26 PM IST

ગાંધીનગરમાં વેધર વોચ ગૃપનો વેબીનાર યોજાયો

  • ગુજરાતમાં 20 જુલાઈ સુધીમાં 64.28 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું થયું વાવેતર
  • ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 53.13 લાખ હેક્ટર વાવેતર થયું હતું
  • 25 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય તેમજ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 300.78 મીમી વરસાદ થયો

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારિખ 25 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં વેધર વોચ ગૃપનો વેબીનાર યોજવામાં આવ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યૂટી કલેક્ટર ટી. જે. વ્યાસ દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મિટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 300.78 મીમી વરસાદ થયો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 36.2 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 20 જિલ્લાના કુલ 38 તાલુકાઓમાં સરેરાશ વરસાદ 0.94 મીમી નોધાયો છે. મંગળવારે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધી 16 તાલુકાઓમાં 3 મીમીથી 17 મીમી વરસાદ નોધાયો છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સૌથી વધુ 17 મીમી વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.21થી 23 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા નહિવત છે તેમ જણાવ્યું છે. જ્યારે તા.24 જુલાઈના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શક્યતા જણાતી નથી.

25 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે 20 જુલાઈ સુધીમાં અંદાજીત 64.28 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 53.13 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.72 ટકા વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે કે, રાજ્યનાં 205 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 2,70,628 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના 48.60 ટકા છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાઇ નથી અને હાલમાં કોઇ જળાશય અલર્ટ પર નથી. રાજ્યમાં હાલ વધુ વરસાદ નથી પરંતુ આગામી સમયમાં જો ભારે વરસાદ થાય તો તે અંગે આગોતરા આયોજન માટે અલગ-અલગ વિભાગના હાજર અઘિકારીઓને રાહત કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.