- એક વર્ષમાં 30 થી ૩૫ ટકા કામગીરી પુર્ણ
- કામ પૂર્ણ કરતાં હજુ લાગી શકે છે બે વર્ષનો સમય
- હાલ કુલ એકવીસ થી વધુ મશીન છે કાર્યરત
અમદાવાદ :પીરાણ ડમ્પીંગ તરીકે ઓળખાતી જગ્યા પર જમા થયેલા સમગ્ર કચરાના નિકાલની કામગીરી શરુ છે.રોજનું ૨૦૦ મેટ્રિક ટન કચરો હાલ મશીનમાં નિકાલ કરવામાં આવ્યો છે. 20થી વધુ મશીનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જોકે લોકડાઉન અને ચોમાસાના કારણે કામગીરીમાં થોડો વિલંબ થયો હોવાનો પણ અધિકારી દાવો કરી રહ્યા છે.
મશીનનો ખર્ચ સાત લાખ
૭ લાખનું એક મશીન લેવા 21 મશીન પીરાણા ડમ્પિંગ સાઇટ પર કાર્યરત છે. જેમાં કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરવામાં આવી છે. પીરાણા ડમ્પિંગ સાઇટના કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કચરાનો ઢગ દૂર કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. રોજના મેટ્રીક ટનથી વધારે કચરો દૂર કરવામાં આવી રહ્યો છે, પરંતુ લોકડાઉનના કારણે આ કામગીરી મંદ પડી હોય તેવું પણ જોવામાં આવી રહ્યું છે.
કચરામાંથી ખાતર પણ બનાવવાની કામગીરી કરી શરુ
કચરાના ઢગલાને કારણે નારોલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસમાં રહેતા સ્થાનિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આજુબાજુના સ્થાનિક લોકોને રહેવું પણ મોત સમાન લાગી રહી છે. ત્યારે અધિકારીઓએ કરેલા વાયદાઓ ક્યારે પૂર્ણ થાય છે તે પણ જોવાનું રહ્યું. અધિકારી આગામી બે વર્ષમાં કામગીરી પૂર્ણ થશે તેવા પણ વાયદાઓ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે અધિકારીઓ પોતાના વાયદા ઉપર ક્યારે ખરા ઉતરે છે.