અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીને કમરમાં દુખાવો હોવાથી તે ફિઝિયોથેરાપી ડોક્ટર પાસે (Physiotherapy Doctor Treatment) સારવાર માટે જતી હતી. આ યુવતી ગઈકાલે પણ આ જ રીતે સારવાર અને કસરત કરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન એકલતાનો લાભ લઈ રંગીન મિજાજી ડોક્ટરે આ યુવતીને છાતીના ભાગે તથા અન્ય જગ્યાએ શારીરિક અડપલાં (Physiotherapy Doctor Tampering Girl in Ahmedabad )શરૂ કર્યા હતા. યુવતી ગભરાઈ જતાં તેણે ડોક્ટરને ધક્કો મારી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કમરમાં દુખાવો હોવાથી તે છૂટી શકી નહોતી. આ બાદમાં ડોક્ટરે માફી માગી કોઈ કાર્યવાહી ન કરવાનું કહેતા યુવતીએ તેના પતિને જાણ કરી હતી. તે બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે (Chandkheda Police) ગુનો નોંધી રંગીન મિજાજી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.
એકલતાનો લાભ લઇ યુવતીને કર્યા અડપલા ગઈકાલે આ યુવતી નોકરીએથી ડોક્ટર ધ્રુમિલ ફિઝિયોથેરાપી સેન્ટરમાં સારવાર માટે ગઈ હતી. જ્યાં ડોક્ટર ધ્રુમિલે રૂટીન પ્રમાણે સારવાર આપી હતી. જે બાદમાં ડોક્ટર આ યુવતીને કસરત કરાવતા હતા. તે દરમિયાન એકલતાનો લાભ લઇ યુવતીની છાતીના ભાગે અડપલા (Physiotherapy Doctor Tampering with married Girl) કર્યા હતા. યુવતીએ તેને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને કમરમાં દુખાવો થતો હોવાથી ધક્કો મારી શકી નહોતી.
મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા: ડોક્ટર બાદમાં ડોક્ટરે મારી ભૂલ થઈ ગઈ તમારું જે કામ હશે તે હું કરી આપીશ. મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા. એવું કહેતા યુવતીએ તેના પતિને હકીકત જણાવી ક્લિનિક પર બોલાવી પોલીસને જાણ કરતા પોલીસે આરોપી ડોક્ટર સામે ગુનો નોંધી રંગીન મિજાજી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.