અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પેટ્રોલ - ડીઝલની ચોરી અથવા કટ અટકાવવા માટે ઇન્ડિયન ઓઇલ કંપનીને તમામ પેટ્રોલ પંપમાં મશીનની અંદર તારથી સિલિંગ કરવામાં આવે છે . તોલ -માપ વિભાગની હાજરીમાં તેને વેરીફાય કરવામાં આવે છે. દર વર્ષે તોલમાપ વિભાગ, ઓઇલ કંપનીના અધિકારી અને પેટ્રોલ પંપ ડીલર આ બાબતનું વેરિફિકેશન કરે છે. મશીનની અંદર જે સીલ લગાડવામાં આવે છે એમાં GPS અને સેન્સર સિસ્ટમ હોવાથી ચેડાં કરાય તો તરત ઓઇલ કંપનીને ખબર પડે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ નિણર્ય લેવાયા બાદ તમામ પેટ્રોલ પંપમાં આ મશીન ફિટ કરવું અનિવાર્ય છે, જેથી ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલની કોઈપણ પ્રકારની ચોરી થતી નથી.
મશીનમાં સીલિંગ કરાતું હોવાથી ગુજરાતના પેટ્રોલ પંપમાં પેટ્રોલ - ડીઝલની ચોરી થતી નથી આ મુદ્દે વાતચીત કરતાં ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે પેટ્રોલ હવે ઓટોમેટેડ મોડથી વાહનોમાં પુરવામાં આવે છે જેથી ચોરી કે કટનો કોઈ સવાલ જ નથી. 30 વર્ષ પહેલાં કોઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરીની ઘટના બનતી હતી પરંતુ હવે આવુ થતું નથી અને ગુજરાતમાં ઇમાનદારીથી વાહનચાલકોને પેટ્રોલ - ડીઝલ આપવામાં આવે છે.મશીનમાં સીલિંગ કરાતું હોવાથી ગુજરાતના પેટ્રોલ પંપમાં પેટ્રોલ - ડીઝલની ચોરી થતી નથી લૉકડાઉનમાં પેટ્રોલ પંપ ઇન્ડસ્ટ્રીને થયું નુકસાનરાજ્યમાં કોરોના લૉકડાઉન દરમિયાન માત્ર મેડિકલ અને પેટ્રોલ પંપ જ ચાલુ હતાં. લૉકડાઉનના સમયગાળા દરમિયાન કોઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ- ડીઝલની અછત સર્જાઈ નથી. કેટલાક પંપને 24 કલાક સુધી ચાલુ રાખવામાં આવ્યાં હતાં. કોરોના લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના વેચાણમાં 85 ટકા સુધીનો ઘટાડા ઝીકયો હતો. જોકે હવે સ્થિતિમાં સામાન્ય થઈ છે.રાજ્યમાં કુલ 4500થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે અને આશરે 1 લાખથી વધુ કર્મચારીઓ સીધી રીતે તેની સાથે સંકળાયેલા છે. પેટ્રોલ પંપ પર કામ કરનાર કર્મચારીઓને માસ્ક અને સેનિટાઈઝર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
- અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો અહેવાલ