અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજરામાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. એક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ હાલ 35 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતમાં કોરોના વાઇરસ હજી કાબૂમાં આવ્યો નથી. દરરોજ 500 કેસ નોંધાય છે. અનલૉક-1 ચાલી રહ્યું છે. વેપારધંધા હજી પૂરા ખૂલ્યા નથી. નોકરીમાં મોટાભાગના કામદારોને 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો પગારકાપ છે. શ્રમિકો વિના ઉત્પાદન બંધ છે. આવી કપરી સ્થિતિમાં ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને ગુજરાતની જનતા પર બોજો નાંખ્યો છે. ETV BHARATના સંવાદદાતા પારૂલ રાવલ અને બ્યુરો ચીફ ભરત પંચાલની ચર્ચા જોઈએ.
ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી રૂપિયા 1500 કરોડની વધારાની આવક ઉભી થશે, પરંતુ તેની સામે ગુજરાત સરકારે 2020-21માં રૂપિયા 605 પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આ પુરાંત કયા ગઈ? અને બીજુ અન્ય વિભાગોની ફાળવણીમાં કાપ મુકવાની જરૂર હતી? શા માટે ગુજરાતની જનતા પર બોજો નાંખવો પડે? આમ જનતા આવા સવાલો સરકારને પૂછી રહી છે.