ETV Bharat / city

ગીરના સિંહોને લઈને સેવ લાયન સંસ્થા દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

author img

By

Published : Jan 23, 2021, 7:58 AM IST

ગુજરાત સમગ્ર વિશ્વમાં એક એવું સ્થળ છે, જ્યાં એશિયાટીક સિંહો જોવા મળે છે. ગુજરાત તેનું કુદરતી નિવાસસ્થાન છે. સમગ્ર એશિયામાંથી એશિયાટિક સિંહો લુપ્ત થઇ ચૂકયા છે. ત્યારે એશિયાના વિવિધ દેશો પણ આ સિંહોની જાળવણીમાં રસ લઈ રહ્યા છે અને તે માટે સરકારને ફંડ પણ આપી રહ્યા છે.

lions
lions

● ગીરના સિંહોની સંખ્યામાં વૃદ્ધિ

● ગીરના સિંહો આવી રહ્યા છે, જંગલની બહાર

● રાજ્ય સરકારનો ગીર મેનેજમેન્ટ પ્લાન અપૂરતો

અમદાવાદઃ ગુજરાત સમગ્ર વિશ્વમાં એક એવું સ્થળ છે, જ્યાં એશિયાટીક સિંહો જોવા મળે છે. ગુજરાત તેનું કુદરતી નિવાસસ્થાન છે. સમગ્ર એશિયામાંથી એશિયાટિક સિંહો લુપ્ત થઇ ચૂકયા છે. ત્યારે એશિયાના વિવિધ દેશો પણ આ સિંહોની જાળવણીમાં રસ લઈ રહ્યા છે અને તે માટે સરકારને ફંડ પણ આપી રહ્યા છે.

● ગુજરાતમાં સિંહોની વસ્તી 08 થી વધીને 674એ પહોંચી

એક સમયે સમગ્ર ગુજરાતમાં સિંહ હતા. પરંતુ રજવાડા, શિકારીઓ અને અંગ્રેજોની શિકારવૃત્તિ તેમજ નિષ્કાળજીથી આ સિંહોની વસ્તી 08 ઉપર પહોંચી હતી. જે સરકારના પ્રયાસોથી વધીને અત્યારે 674 એ પહોંચી છે. જેને રાજ્ય સરકાર સાચવી શકતી નથી. દરેક સિંહને રહેવા પોતાનો વિસ્તાર હોય છે, જ્યાં તેને પાણી, ખોરાક અને અનુકૂળ વાતાવરણ જરૂરી છે. પરંતુ સિંહો હવે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યમાંથી બહાર નીકળીને આસપાસના જિલ્લાઓમાં પહોંચ્યા છે.

● સિંહો ગીરની બહાર નીકળ્યા, લોકોએ સિંહોને પજવ્યા

છેલ્લા કેટલાક સમયથી સિંહો રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર સુધી પહોંચી ચૂક્યા છે. ત્યારે લોકો દ્વારા સિંહોની રંજાડ વધી છે. સિંહનો પ્રિય ખોરાક દુધાળા પશુ છે. ગુજરાતમાં માનવ અને સિંહ વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ ચૂક્યો છે. ગુજરાતના સિંહો 90 ટકા માનવ ઉપર સામાન્ય સંજોગોમાં હુમલો કરતા નથી. સિંહોને એક સમયે વનમાં પશુપાલકોના દૂધાળા પશુઓનું મારણ કરવા વધુ મહેનતની જરૂર નહોતી. પરંતુ હવે મારણની શોધ માટે સિંહો દૂર સુધી પહોંચે છે. જ્યાં તેમને તૈયાર મારણ આપીને લાયન શો કરવામાં આવે છે. જે સિંહોની શિકાર વૃત્તિને ખત્મ કરી રહ્યા છે.

● સેવ લાયન સંસ્થા દ્વારા ગુજરાતમાં જાહેર હિતની અરજી

સરકાર દ્વારા આ સિંહોના મેનેજમેન્ટ લઇને કોઇ પ્લાન નથી. જેને લઇને સેવ લાયન સંસ્થા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજી સેવ લાયન સંસ્થાના વનયજીવ પ્રેમી મયંક ભટ્ટ, ગીરના અભ્યાસુ તરીકે જાણીતા રમેશ રાવળ અને રિટાયર્સ IFS અધિકારી ડી.એમ નાયક દ્વારા કરવામાં આવી છે. સૌ પ્રથમ સંસ્થા દ્વારા 2019 માં મુખ્યપ્રધાન અને ગુજરાત વન પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ ન મળતા, આખરે 2020 ઓક્ટોબર મહિનામાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

● હાઇકોર્ટમાં બે મુદત પડી છતા પણ રાજ્ય સરકાર નિષ્ક્રિય

આ અરજીમાં બે મુદ્દતો પડવા છતાં રાજ્ય સરકાર કોઈ જવાબ રજૂ કરી શકી નથી. ત્યારે હવે પછીની મુદત 04 ફેબ્રુઆરીના રોજ પડી છે. સાથે જ અરજીકર્તા મયંક ભટ્ટે જણાવ્યું હતું કે, જો આ વખતે સરકાર જવાબ રજૂ નહીં કરે તો તેઓ આંદોલન કરશે. તેમની આ વાતને લઈને સરકાર દ્વારા તેમને ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા છે.

્ે
મયંક ભટ્ટ સાથે ઈટીવી ભારત એ કરી વાતચીત
આ ઉપરાંત મયંક ભટ્ટની ઇટીવી સાથેની ખાસ વાતચીત કરી હતી જેમાં મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે

- ગીર મેનેજમેન્ટ દ્વારા પ્લાન પ્રમાણે કાર્ય થતું નથી, વળી પ્લાનમાં સુધારાની જરૂર છે

- સરકારે ફક્ત ટુરિઝમની ઉપર ધ્યાન આપવાની જગ્યાએ સિંહોના સંરક્ષણ અને રહેઠાણ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે

- ગુજરાતમાં કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં સિંહોની વસાવી શકાય તેમ છે. તેને વિકસાવવાની જરૂર

- ફોરેનથી મળતાં ફંડની ઉપયોગ સિંહોની સાચવણી પાછળ જ થાય તેની તાતી જરૂર

- ગુજરાતમાં યોજાતા લાયન શો બંધ કરો

- તાજેતરમાં જ કેટલાક સિંહોના મોત વાયરસથી થયા છે જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નથી

- ગુજરાતને સિંહોને સાચવવાનો અનુભવ, ત્યારે બીજા રાજ્યોમા મોકલી તેમને શિકારીઓને હવાલે કરી શકાય નહીં

- સરકાર દ્વારા સિંહોને લઈને પ્રજામાં જાગૃતિ ફેલાવાય

- ગીરના જંગલમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અને જંગલનું સંકોચન થતું અટકાવવું જરૂરી

- સિંહોનો ડેટા સતત મેઇન્ટેઇન રાખવામાં આવે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.