કોરોના હોવા છતાં રાજ્યભરમાં ફાફડા જલેબીનું એકંદરે સારું વેચાણ
બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ફાફડા જલેબીનું વેચાણ કરવામાં આવ્યું
કોરોના હોવા છતા સારો વેપાર થયો: વેપારીઓ
દર વર્ષ કરતા આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો
અમદાવાદઃ કોરોના અને લોકડાઉનના કારણે ફરસાણના વેપારીઓને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જેની અસર દશેરાના તહેવાર પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે ફાફડા 440 રૂપિયા કિલો છે. જ્યારે તેલની જલેબી 280 રૂપિયા અને ઘીની જલેબી 600 રૂપિયા કિલો વેચાઈ હતી.
એકંદરે સારો વેપાર થયોઃ વેપારીઓ
કોરોનાને કારણે વેપારીઓને એવું હતું કે આ વર્ષે દશેરામાં ફાફડા જલેબીનું વેચાણ થશે નહી. પરંતુ રાજ્યભરમાં ગુજરાતીઓએ ફાફડા જલેબીનો સ્વાદ માન્યો છે. જેથી વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે આ વર્ષે દર વર્ષ જેટલો નહિ પરંતુ કોરોનાને કારણે આશા નહોતી કે આટલો સારો વ્યવસ્યાય થશે છે.