- 35થી વધુ જિલ્લામાં યુવાઓને હોદા સોંપાયા
- નવસારી અને રાજકોટના યુવા મોરચાના પ્રમુખે આપ્યું રાજીનામું
- રાજીનામું આપનારા પ્રમુખને મહત્વની જવાબદારી સોંપાશે
- ભાજપના ગુજરાત પ્રદેશ યુવા મોરચા સંગઠનની થઈ રહી છે રચના
અમદાવાદઃ રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી (Assembly Election) આવી રહી છે ત્યારે ભાજપે તૈયારી શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના પ્રદેશ સંગઠન (BJP's region organization)ની પછી હવે ભાજપ યુવા મોરચા (BJP Youth Front)ના સંગઠનની રચના શરૂ થઈ ગઈ છે. આ વખતે ભાજપ યુવા મોરચા (BJP Youth Front)માં 35 વર્ષથી વધુ વયના લોકોને સ્થાન નહીં આપવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ યુવા મોરચા (BJP Youth Front)ના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, 35થી વધુ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક થઈ ગઈ છે. જોકે, પ્રદેશ ભાજપના પ્રમુખ (State BJP President) સી. આર.પાટીલ (CR Patil)દ્વારા નક્કી કરવામાં આવ્યા છે કે, 35 વર્ષથી નીચેના યુવાનોને મોરચામાં સ્થાન આપવું જોઈએ ત્યારે રાજકોટ અને નવસારી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખની ઉંમર 35 વર્ષથી વધુ હોવાથી તેમને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. જોકે, પાર્ટી તેમને અન્ય મહત્વના કાર્ય સોંપશે.
આ પણ વાંચો- છ મહિનાની અંદર લોકો કહેશે કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ જોઇએ - ઇસુદાન ગઢવી
આગામી ચૂંટણીમાં 25 વર્ષથી વધુના યુવાઓને જવાબદારી સોંપાશે
પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને ભાજપ સાથે જોડવામાં આવશે. જ્યારે 25 વર્ષથી વધુના યુવાનોને જવાબદારીઓ સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 60 વર્ષથી ઓછી વયના લોકોને જ ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું. પરિણામે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભાજપના 91 ટકા સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે 74 ટકા વોટ શેરિંગ રહ્યું હતું.
આ પણ વાંચો- 'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ', જાણો નરેશ પટેલના આ નિવેદન બાદ શું થયું ?
વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય
હવે ભાજપ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં છે. ત્યારે સી. આર. પાટીલે 182 બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું છે ત્યારે યુવાનો વધુમાં વધુ ભાજપ સાથે જોડાય અને મહત્વની જવાબદારી ભજવે તે દિશામાં ભાજપ કામ કરી રહ્યું છે.