- નવરાત્રિમાં ગરબા ન યોજવા સરકારનો નિર્ણય
- આરતી અને પૂજા માટે અપાયો 1 કલાકનો સમય
- લોકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે નવરાત્રિની ઉજવણી કરી
અમદાવાદ: કોરોના વાઇરસને લઈને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે સરકાર તરફથી નવરાત્રિમાં આરતી અને પૂજા માટે 1 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ સાથે નવરાત્રિની ઉજવણી કરી હતી.
- નવરાત્રિ ગરબા વિના અધૂરી
આમ તો નવરાત્રિ ગરબા વિના અધૂરી છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીમાં આ વર્ષે ગરબા કરવાથી સંક્રમણ વધે તેવી શક્યતા છે. જેથી સરકાર તરફથી ગરબા ના યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદીઓએ નિરાશા સાથે નવરાત્રિના તહેવારને સાદગીપૂર્ણ રીતે ઉજવવાના નિર્ણયને સ્વીકાર્યો છે.
- નિયમોના પાલન સાથે નવરાત્રિ ઉજવણી કરી
નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદીઓએ 1 કલાકની સમય મર્યાદામાં માતીજીની પૂજા અર્ચના કરીને ઉજવણી કરી હતી. પોલીસ દ્વારા પણ અનેક જગ્યાઓ પર નવરાત્રિમાં નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખીને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. મોટા ભાગની જગ્યાઓ પર નિયમોના પાલન સાથે નવરાત્રિ ઉજવવામાં આવી હતી.