- રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં લોકોની લાગી રહી છે લાઈન
- 45 કરતા મોટી ઉંમરના લોકોને જ રજીસ્ટ્રેશન વગર અપાય છે વેક્સિન
- ત્રીજી લહેર નજીક આવતા સરકારે વેક્સિનેશન વધાર્યું હોવાના સંકેત
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તેવામાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે તેવા નિષ્ણાતો દ્વારા સંકેત આપવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોના સામે વેક્સિન જ હથિયાર હોવાથી વેક્સિન આપવાનું કામ ઝડપી કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ ગઈ અને 30 ટકાને વેક્સિન લેવા અપીલ કરાઇ
45 વર્ષ કરતાં મોટી ઊંમરના લોકોનું સ્થળ પર થાય છે રજિસ્ટ્રેશન
અમદાવાદ શહેરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર 45 કરતાં મોટી ઉંમરના લોકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી દેવામાં આવે છે અને વ્યક્તિને આપવામાં આવે છે તો 18થી 45 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જેના આધારે જ વેક્સિનેશન સેન્ટરે વેક્સિન ફાળવવામાં આવે છે અને મેડિકલ ઓફિસર દ્વારા રજીસ્ટ્રેશનવાળા વ્યક્તિઓને જ વેક્સિન આપવામાં આવી રહી છે.
વેક્સિનેશન સેન્ટર પર રજીસ્ટ્રેશન વગર રસી આપવામાં આવતી નથી
વેક્સિનેશન સેન્ટર પર રજીસ્ટ્રેશન વગર રસી આપવામાં આવતી નથી. છતાં પણ કેટલાક વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભીડ જોવા મળી હતી લોકોમાં અફવાને લઈને ગેરમાર્ગે દોર્યા હતા ત્યારે મેડીકલ ઓફિસરો દ્વારા લોકોને સમજાવી જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશનના આધારે વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા પહેલા વેક્સિનેશન સેન્ટર પર 100 વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો હતા હવે 150 જેટલો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. જેના આધારે લાગી રહ્યું છે કે સરકાર દ્વારા પણ વેક્સિનેશન કાર્યક્રમને ઝડપી બનાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયું