ETV Bharat / city

Ahmedabad Traffic Drive : અમદાવાદમાં વાહન પર હીરોગીરી કરવાની કેટલાને પડી મોંધી જૂઓ.. - Ahmedabad Police Drive

અમદાવાદ શહેર પોલીસે વાહન ચાલકોને લઈને (Ahmedabad Police Drive) ડ્રાઈવ યોજી હતી. જેમાં રોડ પર કાર પર ડાર્ક ફિલ્મ લગાવેલા વાહનો તેમજ મોટર સાયકલ પર મોડીફાઈડ ચાલકોનો સામે પોલીસે (Ahmedabad Traffic Drive) દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ ડ્રાઈવમાં દરમિયાન અત્યાર સુધી કેટલાને હીરોગીરી કરવી મોંઘી પડી જૂઓ....

Ahmedabad Traffic Drive : અમદાવાદમાં વાહન પર હીરોગીરી કરવાની કેટલાને પડી મોંધી જૂઓ..

author img

By

Published : May 14, 2022, 3:46 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવેરનેસ માટે વિવિધ ડ્રાઈવ (Traffic Awareness Drive) યોજવામાં આવે છે. જેેને લઈને 6થી 12 મે સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડાર્ક ફિલ્મ લગાવેલા વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ ઝુંબેશમાં અત્યાર સુઘી 1780 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એક સપ્તાહમાં શરૂ કરેલી ટ્રાફિક ડ્રાઈવમાં સૌથી વધુ પશ્ચિમ (Ahmedabad Police Campaign) વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઝોન-5 વિસ્તારમાં એક પણ કેસ ન થતા પોલીસ કમિશનર આ અંગે ખુલાસો પણ માંગી શકે છે.

અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ

કારચાલકના કેસ કેટલા નોંધાયા - શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 6 થી 12 મી મે સુધી યોજવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અધધ રૂપિયાનો દંડ પોલીસે વાહન ચાલકો પાસેથી વસૂલ્યો છે. કારમાં બ્લેક ફિલ્મ અને ટુ-વ્હીલરમાં સાયલેન્સર કે મોડીફાય કરનારા ચાલકો સામે પોલીસે કાર્યવાહીની ઝુંબેશ યોજી હતી. જેમાં 7 દિવસની ડ્રાઈવ દરમિયાન કાર પર બ્લેક (Car Dark Film Glass Penalty) ફિલ્મ લગાવી વાહન ચલાવવા મામલે 1617 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કારચાલકોને 8.30 લાખ રૂપિયાનો દંડ કરાયો છે.

આ પણ વાંચો : Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

ટુ-વ્હીલરના કેટલા કેસ - બીજી તરફ ટુ-વ્હીલરમાં સાયલેન્સર મોડીફાય કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 163 વાહનચાલકોની સામે કેસ સામે આવ્યા છે. જેમાં 1.34 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં (Two Wheeler Modified Silencer Penalty) આવ્યો છે. કારમાં બ્લેક ફિલ્મ રાખવાના સૌથી વધુ 461 કેસ અને સાયલેન્સર મોડીફાયના સૌથી વધુ 91 કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ (Ahmedabad Police Drive) યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં

કેટલાક વિસ્તારમાં એક પણ કેસ નહી - ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશમાં 1780 વાહન ચાલકો પાસેથી 9.64 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં શહેરના પૂર્વ વિસ્તારમાં નહિવત કેસ કરવામાં આવ્યા છે. નવાઈની વાત છે કે, ઝોન -5 વિસ્તારમાં આવેલ અમરાઈવાડી, રામોલ, ખોખરા, ઓઢવ, ગોમતીપુર, નિકોલ અને બાપુનગર વિસ્તારમાં એક પણ કેસ કરવામાં આવ્યા નથી. જેથી પોલીસ કમિશનર આ અંગે ખુલાસો માંગે તેવી શક્યતા છે. એક પણ કેસ ન થવા અંગે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. એક સપ્તાહની ટ્રાફિક ડ્રાઇવ પૂર્ણ થઈ છે. પરંતુ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રા લઈ ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ (Ahmedabad Car Driver Fined) લગાવનાર સામે કાર્યવાહી હજુ ચાલુ રાખવામાં આવશે. કારણ કે, વાહનમાં બ્લેક ફિલ્મ હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલવતી હોવાની શકા આધારે ટ્રાફિક ઝુંબેશ શરૂ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.