અમદાવાદઃ આ મામલે વધારે વાત કરતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે જે ડોક્ટરોના મોત છે તેમાં વધારે પીડિયાટ્રિશ્યન એટલે કે નાના બાળકોના ડોક્ટર છે કારણ કે, નાના બાળક સાથે સંપર્કમાં આવવાને લીધે તેમને કોરોના સંક્રમણનો ભય વધારે રહે છે અને જે ડોક્ટરોના ક્લિનિક નાના હોય છે જેમાં વધારે લોકો આવી શકે તેવી ક્ષમતા હોતી નથી તેવા જનરલ ફિઝિશિયન ડોક્ટર પણ કોરોના સંક્રમણના વધુ ભોગ બન્યા છે. મહત્વનું છે કે, ડોક્ટરો તમામ કાળજી લેતા હોય છે જેમ કે, પીપીઈ કીટ પહેરવી, માસ્ક પહેરવું પરંતુ, ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આ ડોક્ટરો પાછા પડતા હોય છે. ડોક્ટરના ક્લિનિક નાના હોવાથી સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પણ સરખુ નથી થઈ શકતું.
CIMS હોસ્પિટલના ડો.ધીરેન શાહે પણ આ મામલે જણાવ્યું હતું કે, જેટલા પણ ડોક્ટરના મૃત્યુ થયા છે તે બધા જ કોરોનાને કારણે જ નથી. તેમાંના કેટલાક ડોક્ટર્સ બીજી બીમારી હોવાના લીધે પણ મૃત્યુ પામ્યા છે અને ખાસ કરીને ડોક્ટરોમાં કોરોના પીડીયાટ્રીક ડોક્ટર પ્રમાણ વધારે જોવા મળે છે કારણ કે, પીડીયાટ્રીક પેશન્ટમાં કોરોનાના લક્ષણો ક્યારેક પકડાતા નથી અને તેના લીધે તેઓ સુપર સ્પ્રેડર બનતા હોય છે. જો કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ ખાસ કાળજી લેવાની જરૂર છે. તેઓએ માસ્ક અને પીપીઇ પહેરવી જરૂરી બનતી હોય છે.
જો કે, ડોક્ટરના મૃત્યુ પાછળ કેટલાક કારણો પણ જવાબદાર છે જેમાં સતત દસથી બાર કલાક સુધી કામ કરે છે, અપૂરતી ઊંઘ પૂરતો આરામ મળતો નથી, એટલું જ નહીં પણ તેઓ ખોરાક પણ નિયમિત લેતા નથી. તેઓ પોતાના જીવને જોખમમાં મૂકીને પોતાની પરવા કર્યા વિના આઠથી દસ કલાક સુધી કોરોના વાઇરસની વચ્ચે રહીને કામ કરે છે. આવા સંજોગોના લીધે તેમની યુનિટી ઘટી જતી હોય છે જેના લીધે તેમની હાલત ગંભીર બનતી હોય છે. એક આંકડા મુજબ ભારતમાં કુલ સંક્રમિત 302 ડોક્ટર પૈકી 99 ડોક્ટર મોતને ભેટ્યા છે જેમાં ૩૫ વર્ષથી ઓછી ઉંમરના સાથ 35થી 50 વર્ષ વચ્ચેની ઉંમરના 19 અને ૫૦થી વધુ ઉંમરના 73 મોતને ભેટયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં સત્તાવાર રીતે તો 23 ડોક્ટરોના મૃત્યુ થયા છે પરંતુ આંકડા તેના કરતા વધારે જ છે.