- બાંગ્લાદેશની ઘટનાના પડઘા અમદાવાદ સુધી
- બાંગ્લાદેશમાં કેટલાક કટ્ટરપથિઓએ હિન્દૂ સમુદાય પર હુમલો કર્યો
- હિન્દૂ મંદિરોમા પણ તોડફોડ કરાઈ
અમદાવાદ: બાંગ્લાદેશમાં જે રીતે છેલ્લા થોડા દિવસથી હિન્દુ સમુદાય (Hindu community) પર કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા હુમલો કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેના વિરોધમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં શનિવારે વિરોધ પ્રદર્શન યોજાયુ હતું. હરેકૃષ્ણ મુવમેન્ટ દ્વારા સોલા BRTS થી સાયન્સ સિટી રોડ પર શાંતિપૂર્ણ રીતે કીર્તનયાત્રાના માધ્યમથી હિન્દુ સંસ્કૃતિ (Hindu culture) ને બચાવવા માટે વિશ્વવ્યાપી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બાંગ્લાદેશ હિંસાના મુખ્ય આરોપી ઈકબાલ હુસેનની ધરપકડ, દુર્ગા પૂજા મંડપમાં કુરાન રાખવાનો છે આરોપ
આ કાર્યક્રમ કોઈ ધાર્મિક સમુદાય વિરૂદ્ધ નહીં પરંતુ નાગરિકોની જાગૃતિ માટે યોજવામાં આવ્યો
આ કીર્તનયાત્રામાં વિવિધ બેનરો અને હરેકૃષ્ણા નાદ સાથે આ યાત્રામાં સમર્થકો અને શ્રદ્ધાળુઓ એકઠા થયા. મહત્વનું છે કે, આ કાર્યક્રમ કોઈ ધાર્મિક સમુદાય વિરૂદ્ધ નહીં પરંતુ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા પૂજારીની હત્યા કરનારાઓ, દેવી- દેવતાઓની મૂર્તિ ખંડિત કરવાની અને પૂજા પંડાલોને સળગાવી દેવાની ધૃણાસ્પદ પ્રવૃતિઓને અટકાવવા સાથે નાગરિકોની જાગૃતિ માટે યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં મંદિરોમાં તોડફોડ, 57થી વધુ પરિવારો પર હુમલો કરવામાં આવ્યો
મંદિરોમાં તોડફોડ કરી અને હિન્દુઓને મારી નાખ્યા તે લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માગ
હરેકૃષ્ણ મુવમેન્ટ (Hare Krishna Movement) દ્વારા અનેક મંદિરના મિશનરીઓમા આ મુવમેન્ટ શરૂ કરી હતી. જેમાં અનેક હિન્દુ સંસ્થાના સભ્યો અને જાગૃત નાગરિકોએ હિન્દુ સંસ્કૃતિ (Hindu culture) ને બચાવવા તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમદાવાદની આ કીર્તન યાત્રામાં જગન્નાથ મંદિરણા મહંત દિલીપદાસજી, કથાકાર ચૈતન્ય શંભુ મહારાજ અને ભાડજ હરે કૃષ્ણ મંદિરથી મુવમેન્ટ ચલાવતા પ્રમુખ જગમોહન કૃષ્ણદાસા પણ જોડાયા હતા. આગામી સમયમાં હરિકૃષ્ણ મુવમેન્ટ દ્વારા સમગ્ર વિશ્વમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવશે, ત્યારે જેમને મંદિરોમાં તોડફોડ કરી અને હિન્દુઓને મારી નાખ્યા તે લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.