અમદાવાદ : આજથી ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12 ની પરીક્ષા (SSC HSC Exam 2022) શરૂ થઈ રહી છે. તેને લઈને વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓમાં વધુ મૂંઝવણ જોવા મળી હોય છે. વિદ્યાર્થી પ્રથમ વાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની તકેદારી રાખવી તે બાબતે શિક્ષકો ETV Bharat સાથે વાત કરી હતી. તો આવો જાણીએ અહેવાલમાં (SSC HSC Exam 2022 Board) પરીક્ષામાં કેવી તકેદારી રાખવી જોઈએ.
પરીક્ષા માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું - બોર્ડની પરીક્ષાને લઈને નવા વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 10 વિદ્યાર્થીઓમાં વધુ મૂંઝવણ જોવા મળી હોય તેને કેટલીક ખાસ (Tips for Board Exams) બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. જેમાં પરીક્ષાની હોલ ટિકિટની ઝેરોક્ષ કાઢીને સાથે રાખવી, વિકલ ચલાવવાનું ટાળો અથવા ચલાવતા કાળજી રાખવી, પરીક્ષાનું ટાઈમટેબલ તપાસવું, હોલ ટિકિટ પર પોતાનો મોબાઈલ નંબર અથવા વાલીનો મોબાઇલ નંબર લખી રાખો, ઉત્તરવહી પર ખાખી સ્ટીકર આપેલ સૂચના મુજબ ચોટાડવા અને રીક્ષા કેન્દ્રો પર 20 મિનિટ અગાઉ પહોંચવું એની વહેલા જઈને સમય ન બગાડવો. જેવી બાબતો પર વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સરકારની ઓફર, આ રીતે થશે ફાયદો
અન્ય કેટલીક મહત્વપૂર્ણ બાબતો - આ ઉપરાંત પરીક્ષાના દિવસોમાં પૂરતી ઊંઘ લેવી વાંચવાના લઈને ખોટા ઉજાગરા ન કરવો, ભારે પેનની જગ્યાએ હળવી પેનથી પેપર લખવું, ત્રણ કલાક બેસવાનું હોવાથી એ સ્કિન ટાઈટ કપડા ન પહેરવા, પરીક્ષા દરમિયાન પોતાનામાં ધ્યાન રાખવું અને સ્કોડ ના સભ્યો આવે તો તેના ઉપર ધ્યાન ન આપવું, સમયનો ગણતરીથી ઉપયોગ કરવો અને પેપર સહેલું જોઈએ ઉત્સાહમાં ન આવું, ગણિત એકાઉન્ટ જેવા પેપરમાં ગણતરી પહેલા રફ પેપરમાં કરવી, જે આવડતું હોય તે પહેલાં લખું અને ના આવડે તે અંતમાં પ્રયત્ન કરવા અને પેપરમાં વાદળી પેનથી જ પેપર લખો અન્યથી નિશાની કે કંઈ લખવું નહીં. જેવી બાબતો પર વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો : BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી
આવડતું હોય તે પ્રથમ લખવું - નિષ્ણાંત નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, ગણતરીના કલાકો બાકી છે. તેથી શક્ય હોય તો ઘરે રહીને તૈયારી કરવી રાતના ઉજાગરા તથા તબિયત બગડે તેની કાળજી રાખવી. બોર્ડની (GSEB SSC HSC Timetable 2022) માર્ગદર્શિકા પ્રમાણે ઉત્તરવહીમાં કોઈ નિશાન ન કરવા જેથી ઓળખાણ પ્રસ્થાપિત થાય જે (Board Examination in Gujarat) આવડતું હોય તે પ્રથમ લખવું. આ ઉપરાંત બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. જ્યારે વિદ્યાર્થીઓમાં ઓનલાઇન અભ્યાસને કારણે લખવાની ટેવ છૂટી ગઈ છે. ત્યારે વિદ્યાર્થીઓએ પેપર લખીને થોડી લખવાની સ્પીડ વધારવી જોઈએ