● શ્રાવણ સુદ અગિયારસે આવે છે પવિત્રા એકાદશી
● સંતાન પ્રાપ્તિ માટે ઈશ્વરને પવિત્રા અર્પણ કરવાનું મહત્વ
● વિષ્ણુ અને શિવને અર્પણ કરવી પવિત્રા
● પવિત્રા એકાદશીની કથા
અમદાવાદઃ જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, સંતાન પ્રાપ્તિ માટે પવિત્ર એકાદશીનો મહિમા પુરાણોમાં વર્ણવેલ છે. જેમાં એક સવિનયી અને ધાર્મિક વૃત્તિના રાજાને સંતાન ન હોવાથી દંપતિ દુઃખી રહેતું. એજ ઋષિએ રાજાને શ્રાવણ સુદ અગિયારસના દિવસે શુદ્ધ અને પવિત્ર આચરણ સાથે ધાર્મિક વિધાન અનુસાર ભગવાન વિષ્ણુનું પૂજન કરીને તેમને પવિત્રા અર્પણ કરવા કહ્યું. તે મુજબ રાજાએ અગિયારસનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજન કરી પવિત્રા અર્પણ કરી. જેના ફળ સ્વરૂપે રાજાને સંતાન પ્રાપ્તિ થઇ અને તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બન્યાં.
આ પણ વાંચોઃ સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ, પ્રહર દરમિયાન શિવની પૂજા કરવાથી મળે છે અકલ્પનીય ફળ