અમદાવાદ : સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી ચૂક્યો(heavy rain in ahmedabad) છે. સિઝનનો સારો વરસાદ પણ કહેવામાં આવી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાની(heavy rain in gujarat) હતી. જેમાં વલસાડ, અમદાવાદ, દક્ષીણ ગુજરાત જેવા વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં અતિ ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. લોકોને બચાવવા માટે તંત્ર સતત ખડે પગે ઉભુ હતું. લોકોને સહિ સલામત જગ્યા પહોંચાડવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ ભારે જહેમત ઉઠાવામાં આવી(patient was rescued by police from Ahmedabad Hospital) હતી.
આ પણ વાંચો - Monsoon Gujarat 2022 : ગુજરાતમાં આ સ્થળે થયો હાઈએસ્ટ 22 ઈંચ વરસાદ, રાજ્યમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેની તમામ વિગત
ખાખીની ખુમારી આવી સામે - વરસાદમાં લોકોની કંપારી છૂટી જાય એવી સ્થિતિ સર્જાની છે. આજે પણ અનેક વિસ્તારોમાં લોકોનાં ઘર અને દુકાનોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ વરસાદને કારણે પાણીથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા લોકોએ કઈ રીતે હોસ્પિટલમાં જવું અને બહાર આવવું એ વિશે વિચારી રહ્યા હતા. આ સમયે હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો અને દર્દીઓની મદદે હરહંમેશની જેમ પોલીસ આવી હતી. પોલીસ પોતાના સ્વજનની જેમ દર્દી અને બાળકોને હાથમાં ઊંચકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.
આ પણ વાંચો - વલસાડની નદીઓ થઇ ગાંડીતૂર, જાણો ડેમ પર કયું સિગ્નલ લાગું કરાયું