ETV Bharat / city

Patidar Meeting in Ahmedabad : પાટીદારો સમાજની ખાસ બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડી - પાટીદાર સમાજની માંગ સરકાર પાસેથી

અમદાવાદમાં પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની (Patidar Meeting in Ahmedabad) બંધબારણે બેઠક મળી હતી. જેમાં સરકાર સામે અનેક માંગોને લઈને પાટીદાર સમાજના વડાઓ એકઠા થયા હતા. સમાજના વિવિધ મુદ્દાઓની (Patidar Community Issues) ચર્ચા કરાઈ હતી. પરંતુ આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.

Patidar Meeting in Ahmedabad : પાટીદારો સમાજની ખાસ બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડી

author img

By

Published : Jun 16, 2022, 1:13 PM IST

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગને PSIની ભરતીમાં થયેલા અન્યાય તેમજ યુવતીઓના પરિવારની સંમતિ વગરના લગ્નોમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિશ્વ ઉમિયાધામ, જાસપુર –અમદાવાદ ખાતે ‘પાટીદાર સંસ્થાઓની કોઓર્ડિનેશન કમિટી’ની બેઠક મળી હતી. જેમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની મુખ્ય 18 સંસ્થાઓના પ્રમુખ/મંત્રીઓ હાજર (Patidar Meeting in Ahmedabad) રહ્યા હતા. આ બેઠકમાં પ્રવર્તમાન સમયમાં સવર્ણ સમાજને બિનઅનામત આયોગ અને નિગમ દ્વારા થઈ રહેલા અન્યાય સંદર્ભે મુખ્ય ચર્ચા થઈ છે. પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોએ એકરાગે કુલ 25 જેવા બિન અનામત વર્ગને સ્પર્શતા મુદ્દાઓ પર સઘન ચર્ચા કરી અને આ તમામ મુદ્દાઓ પર સરકારમાં યોગ્ય રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.

પાટીદારો સમાજની ખાસ બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડી

"PSIની પરીક્ષામાં સેક્શન 16નું ઉલ્લંઘન" - વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને પાટીદાર સંસ્થાઓની કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી.પટેલે જણાવ્યું હતું કે, પોલીસ ભરતી બોર્ડે PSIની પ્રિલિમરી પરીક્ષામાં નોટિફિકેશનમાં આપેલા સેક્શન 16નું ઉલ્લંઘન કર્યું છે. જેથી પાટીદારો સહિતના સવર્ણ સમાજ અર્થાત્ બિન અનામત વર્ગને અન્યાય થયો છે. સરકાર સત્વરે આ અંગે વિચારણા કરે એવી અમારી રજૂઆત છે. ઉમિયાધામ સિદસરના પ્રમુખે જેરામ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે, બિન અનામત આયોગ અને નિગમના વહીવટી પ્રશ્નો અને અધિકારીઓની નકારાત્મકતાથી પાટીદાર સહિતના સવર્ણ સમાજને અન્યાય કરી રહ્યા છે. સરકાર સત્વરે આયોગ અને નિગમના ચેરમેનની (Patidar Community Issues) વરણી કરે અને જે તે પ્રશ્નોનું નિરાકરણ લાવે.

આ પણ વાંચો : Patidar Opinion in Bhavnagar : પટેલ સમાજે રાજકારણમાં સ્થિતિ અને વ્યક્તિઓ અંગે શું મત દર્શાવ્યો જાણો

લગ્નને લઈને વાત - સમસ્ત પાટીદાર સમાજ, સુરતના પ્રમુખ વેલજી શેટાએ જણાવ્યું હતું કે, પરિવારની સમંતિ વગર યુવતીઓ દ્વારા કરવામાં આવતાં મરજી મુજબના લગ્નો અંગેની નોંધણીમાં માતા-પિતાને સાક્ષી તરીકે ફરજિયાત રાખવા. અને આ સંદર્ભે સરકારએ ગહન વિચારણા કરી લગ્ન વિષયક નિયમોમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ.

આટલા મુદ્દાઓ પર પણ ચર્ચા - આ બેઠકમાં પાટીદાર સમાજના પ્રતિનિધીઓની કમિટીનું ગઠન કરવું, પાટીદાર સંસ્થાઓની કો-ઓર્ડિનેશન કમિટીનો વ્યાપ 6 સંસ્થાઓથી વધારી 50 સંસ્થાઓનો સમાવેશ કરવો, આંદોલન દરમિયાન યુવાનો ઉપર થયેલા પોલીસ કેસમાં જે કોઈ કેસ પેન્ડિંગ છે તે તમામ કેસ પરત ખેંચવા, આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને સત્વરે નોકરી આપવી, રાજ્યના ખેડૂતોની જમીનો મુદ્દે પડતી પ્રવર્તમાન હાલાકીઓ અંગે સરકારમાં રજૂઆત કરી પ્રશ્નોનો નિકાલ કરવો અને ખેડૂતોને વીજળી અન્વયે પડતી તકલીફો ઝડપથી નિકાલ કરવા સરકારમાં રજૂઆત કરવી.

બિનઅનામત આયોગ અંગેના મુદ્દાઓ - સમરસતા હોસ્ટેલમાં અનામત (Non Reserved Class) વર્ગની સાથે 50 ટકા જગ્યાઓ પર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો અથવા નવી હોસ્ટેલોનું નિર્માણ કરવું, સરકારી ભરતીઓમાં વય મર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ બિન અનામત વર્ગને લાગું પડવી જોઈએ, સ્કૂલ-કોલેજોમાં બિન અનામત વર્ગમાં શૈક્ષણિક ફી તેમજ હોસ્ટેલ ફી નિગમ/આયોગ દ્વારા ભરવામાં આવે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની લોનની લિમિટ 20 લાખ રૂપિયા જેટલી કરવી જોઈએ, યુવાનોને સ્વરોજગાર(ધંધા) લોનની રકમની લઘુતમ મર્યાદા 10 લાખની હોવી જોઈએ, આયોગનું વહીવટી માળખું તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ હોવું જોઈએ અને આયોગ અને નિગમ શિક્ષણ વિભાગ હસ્તક હોવું જોઈએ, કે જેથી આયોગ અને નિગમની જે તે યોજનાઓનો અસરકારક અમલ થઈ શકે.

આ પણ વાંચો : Patidar Anamat Andolan: વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારો પર થયેલ કેસ સરકાર પરત ખેંચી લેવાના મૂડમાં

કોણ કોણ હાજર રહ્યું હતું - આ બેઠકમા પાટીદારોની 18 સંસ્થાઓના પ્રમુખ પ્રતિનિધિઓની હાજરી જોવા મળી હતી. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેવાના હતા. પરંતુ, તેઓ બેઠકમાં ક્યાંય જોવા (Demand of Patidar Samaj from Govt) મળ્યા ન હતા. જ્યાં પાટીદારની વિવિધ સંસ્થાઓના પ્રમુખ મળતા હોય ત્યારે નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.