ETV Bharat / city

મહેશ સવાણી બાદ પાટીદાર આગેવાન નિખીલ સવાણી AAPના શરણે, કોંગ્રેસ પર કર્યા પ્રહાર - AAP

રાજ્યમાં અત્યારથી જ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા અને પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલ બાદ મહત્વનો ચહેરો ગણાતા નિખીલ સવાણી આજે સોમવારે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા છે. નિખીલ સવાણીની એન્ટ્રી બાદ હવે, AAP ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંકે તેમ લાગી રહ્યું છે.

મહેશ સવાણી બાદ પાટીદાર આગેવાન નિખીલ સવાણી AAPના શરણે

author img

By

Published : Jul 19, 2021, 7:34 PM IST

  • કોંગ્રેસમાંથી સસ્પેન્ડ નિખીલ સવાણી AAPમાં જોડાયા
  • 'પંજો' છોડીને હવે નિખીલ સવાણીએ પકડ્યું 'ઝાડું'
  • નિખીલ સવાણીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

અમદાવાદ : કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા અને પાટીદાર આંદોલનના નેતા નિખીલ સવાણી AAPમાં જોડાયા છે. આજે સોમવારે નિખીલ સવાણીએ ગુજરાત AAPના પ્રભારી ગુલાબસિંહ સાથે ચર્ચા કરી હતી. બંધબારણે બેઠક બાદ નિખીલ સવાણીએ આમ આદમી પાર્ટી(AAP) નો ખેસ ધારણ કર્યો હતો. નિખીલ સવાણીએ આક્ષેપ લગાવ્યો છે કે, કોંગ્રેસમાં તેમને મહત્વ ન મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહેશ સવાણી બાદ પાટીદાર આગેવાન નિખીલ સવાણી AAPના શરણે

નિખીલે AAPમાં જોડાતા જ કરી વાહવાહી

નિખીલ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ પક્ષની વાહવાહી શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં જે પ્રકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહેલું છે. તે ગુજરાતની જનતા પણ ઈચ્છી રહી છે. ગુજરાતમાં પણ ખેડૂતો હેરાન પરેશાન છે. આરોગ્યના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ છે. જેનાથી સામાન્ય જનતાને હેરાન પરેશાન છે. ત્યારે ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીને વિકલ્પ માની રહી છે. આગામી દિવસોમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતની જનતા ચોક્કસ આમ આદમી પાર્ટીને વિજય બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસમાં જૂથવાદ, મેમ્બરશીપના નામે પૈસા ઉઘરાવાય છે

9 જુલાઈના રોજ પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી નિખીલ સવાણીએ રાજીનામું ધરી દીધું હતું. રાજીનામાની જાહેરાત બાદ નિખીલ સવાણીને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. નિખીલ સવાણીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, યુથ કોંગ્રેસ મેમ્બરશીપ અભિયાનના નામે પૈસા ઉઘરાવી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી પ્રચાર માટે થઈને માત્ર પૈસા એકઠા કરી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાય સમયથી જૂથવાદ ચાલી રહ્યું છે. જેના કારણે પાર્ટી આગળ આવી રહી નથી.

કોંગ્રેસે હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું રચ્યું છે : નિખિલ સવાણી

કોરોના થી મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતા હજુ હાર્દિક પટેલના ઘરે ગયા નથી. હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું હોવા છતાં કોઈ ગયું નથી. હાર્દિક પટેલની કોંગ્રેસમાં સતત અવગણના થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોઈ કાર્યક્રમ, હાર્દિક પટેલની સતત અવગણના થાય છે. કોંગ્રેસના નેતાઓએ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું ષડયંત્ર છે. હાર્દિક પટેલ સાથે અનેક અન્યાય થયા છે. જેના કારણે હાર્દિક પટેલ પણ કોંગ્રેસ પાર્ટીથી કંટાળી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.