ETV Bharat / city

Pateti 2022 ના પાવન પર્વે મા ભારતીને સમર્પિત પારસી રત્નોને સ્મરણાંજલિ

author img

By

Published : Aug 13, 2022, 4:58 PM IST

સોમવારે 15 ઓગસ્ટ છે. આ દિવસે ભારતનો સ્વતંત્રતા દિવસ Independence Day ઉજવવાની શુભ ઘડી છે. આ જ દિવસે પતેતીનો Pateti 2022 પાવન તહેવાર પણ આવ્યો છે. ત્યારે શાંતિપ્રિય અને સદભાવી, સખાવતી અને બહાદુર, ખુશમિજાજી અને બુદ્ધિમાન પારસી સમુદાયે Parsi community આપેલાં ભારતના મહાન સપૂતોમાંથી પંચામૃત તરીકે અહીં તરીકે ગૌરવગાન કરવા Remembering Parsi Gems સાથે આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mahotsav ની ઉજવણી કરીએ.

Pateti 2022 ના પાવન પર્વે મા ભારતીને સમર્પિત પારસી રત્નોને સ્મરણાંજલિ
Pateti 2022 ના પાવન પર્વે મા ભારતીને સમર્પિત પારસી રત્નોને સ્મરણાંજલિ

અમદાવાદ આપણો દેશ અનેકતામાં એકતાની એવી વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ સમાવીને બેઠો છે જેમાં વિશ્વના અનેક દેશોમાંથી આવીને માનવ સમુદાયો વસ્યાં છે. ભારતીય સંસ્કૃતિમાં એકરુપ થવા દૂધમાં સાકરની જેમ ભળી જવા માટે આવેલા પારસી સમુદાયની વાત ખૂબ ન્યારી છે. 15 ઓગસ્ટે ભારતવાસીઓ દેશનો 75મો સ્વતંત્રતા દિવસ Independence Day ઉજવી રહ્યાં છે. આ દિવસે પારસી ધર્મ Parsi Religion નો મોટો તહેવાર પતેતી Pateti 2022 નું પાવન પર્વ પણ છે. આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mahotsav સાથેે પારસી સમુદાયે મા ભારતીની ભૂમિને આપેલાં રત્નોને Remembering Parsi Gems યાદ કરવાની પણ આ ગૌરવાન્વિત ઘડી છે.

ભીખાઈજી કામા સ્વતંત્રતા સેનાની ભારતની સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ મહિલા ક્રાંતિકારીનું નામ Remembering Parsi Gemsઘણાંને મોઢે હજુ સુધી રમે છે તેવાં નોખાઅનોખા પારસી ગુજરાતી ભીખાઈજી કામાને Madam Bhikaiji Kama ભારતના 75માં સ્વતંત્રતા દિવસ 2022 Independence Dayયાદ કરવાં અહોભાગ્ય છે. 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઇના શ્રીમંત પારસી કુટુંબમાં જન્મેલાં ભીખાઈજીના માતાનું નામ જીજીબાઈ અને પિતા સોરાબજી પટેલ હતું. બ્રિટિશ જોહૂકમીનો તેઓ પહેલેથી જ વિરોધ કરતાં હતાં અને કોલેજમાં આવતાં સુધીમાં તો દીનદુખિયાની સેવા શરુ કરી દીધી હતી. જે પારસીઓમાં મોટું ધર્મમૂલ્ય માનવામાં આવ્યું છે. પ્લેગની મહામારીમાં એવી સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો હતો છતાં તેમના મક્ક્મ મનોબળથી આ રોગમાંથી બહાર આવી ગયાં હતાં.

ભીખાઈજીના લગ્ન કે આર કામા સાથે થયાં બાદ પણ તેમની દેશસેવાના કાર્યો સતત ચાલુ જ હતાં. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં છેવટે તેમણે 1905માં ઝૂકાવી જ દીધું અને જીનીવાથી વંદે માતરમ ક્રાંતિકારી અખબાર શરુ કરી અંગેજોની દમનનીતિને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી હતી. ભારતનો ધ્વજ લહેરાવવાનો મોટો લહાવો માણતાં ભારતવાસીઓ હવે કદાચ ભૂલી ચૂક્યાં છે કે સૌપ્રથમવાર તેમણે Madam Bhikaiji Kama જ વર્ષ 1907માં જર્મનીની પારકી ભૂમિ પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાના સમયે પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.

આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખ્યું હતું. તેમણે નીડરતાથી વિશ્વને કહ્યું હતું કે આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો. હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપીલ કરૂ છું. વંદે માતરમ વંદે માતરમ.

ભીખાઈજી કામાએ યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નારો બુલંદ કર્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ થયો હતો.1935માં 74 વર્ષની વયે ભારત પાછા ફર્યા ત્યારે તેમના સામાનમાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતું સાહિત્ય મળ્યું તેને અંગ્રેજોએ સળગાવીદીધું હતું. 1936માં 13મી ઑગસ્ટ એટલે કે આજના દિવસે મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેમના સમયના જ મોટા મહાનુભાવ ફિરોજશા મહેતાને પણ આઝાદી કા અમૃત મહોત્સવની Azadi ka Amrit Mahotsav ક્ષણોમાં શત શત નમન છે.

આ પણ વાંચો વિકી કૌશલે ફિલ્ડમાર્શલ સેમ માણેકશોની જન્મજયંતિ પર તેમની બોયોપિકનું નામ કર્યુ જાહેર

જમશેદજી જીજીભોય 15 જૂલાઈ 1783થી 15 એપ્રિલ 1859 સુધીનો જીવનકાળ ખોદાયજી પાસેથી લઇને આવનારા આ પારસી મહાનુભાવને જેટલા યાદ Remembering Parsi Gems કરીએ એટલું ઓછું છે. પરાધીન ભારતના એ સમયમાં પણ તેઓ એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ Jamshedji Jijibhoy હતાં. તેમના માતાનું નામ જીવીબાઇ અને પિતાનું નામ મેરવાનજી જીજીભોય હતું. પાંચ વર્ષની વયે તેમના પિતા મુંબઇથી નવસારી રહેવા આવ્યાં એટલે પ્રાથમિક શિક્ષણ અહીં લીધું હતું. 1795માં તેઓ મુંબઇ પારિવારિક સંબંધીને ત્યાં વેપારવણજ માટે ગયાં અને ધંધામાં પળોટાયાં. તેમના માતાં જીવીબાઇએ અંતિમક્ષણોમાં દુનિયા દોરંગીનો પદાર્થપાઠ શીખવ્યો અને બીજાનું ભલું કરવાની, સત્કર્મો કરવાની શીખામણ ગાંઠે બંધાવી તેનો આજીવન અમલ તેમણે કર્યો.

જમશેદજી જીજીભોય Jamshedji Jijibhoy વર્ષો જતાં ખૂબ કમાયાં છતાં આ મૂલ્યોને અપનાવી તેમણે સેવાની સરવાણી વહાવવા પોતાની લાખોની સંપત્તિનો વપરાશ કર્યો હતો. ઉદારદિલ મહાજન જમસેદજીએ માહિમની ખાડી પર પુલ બંધાવવા એ સમયમાં 1,55,800 રુપિયા ખર્ચી નાખ્યાં હતાં એ તમે જાણો છો? તેમણે મુંબઇની પ્રથમ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ઊભી કરવા બે લાખ રુપિયાનું દાન કર્યું હતું જેને આજે સૌ સર જે જે હોસ્પિટલ તરીકે જાણે છે. જમશેદજી જીજીભોય સ્કૂલ ઓફ આર્ટ, જેને સૌ જે જે સ્કૂલ ઓફ આર્ટ અને તેની ભગિની સંસ્થાઓ પણ તેમની દેણ છે. શાળાઓ, હોસ્પિટલો, ધર્મશાળા, કૂવા, પાણીની ટાંકી શું શું નથી કર્યું આ પારસી મહાનુભાવે.

ભારત માટે મૂળભૂત અનેક જાહેરસેવાઓમાં તેમનું ખૂબ મોટું પ્રદાન હતું તેવા જમશેદજી Jamshedji Jijibhoy રેલવે સેવાના ડાયરેક્ટર પણ હતાં. તેમના સદકાર્યોનું માન ખુદ અંગ્રેજો પણ રાખતાં હતાં એટલે તેમણે ઘણાં ઇનામઅકરામ અર્પણ કર્યાં હતાં. સ્વતંત્ર ભારતમાં ભારત સરકારના ટપાલવિભાગ દ્વારા તેમના સ્મરણાર્થે કોમોમોરેટિવ ટપાલ ટિકીટ બહાર પાડી હતી.ભારતની આઝાદીના 75માં વર્ષે Azadi ka Amrit Mahotsav આ પારસી મહાનુભાવની સખાવતો, દાનવીરતાથી ભારતભૂમિ Independence Day વધુ ગૌરવાન્વિત થઇ હતી તે અવશ્ય કહેવું રહ્યું. પારસી ઉદ્યોગપતિઓમાં જેઆરડી તાતા, રતન તાતા, ગોદરેજ, જૂથો પણ પારસીઓ છે તેની નોંધ લેવી રહી.

ડોક્ટર હોમી ભાભા 30 ઓક્ટોબર 1909ના દિવસે મુંબઇમાં જન્મેલા મા ભારતીના મહાવિજ્ઞાની એવા હોમી. જે. ભાભા Doctor Homi Bhabha નામથી જાણીતાં આ પારસી મહાનુભાવ કોણ હતાં તે સ્વતંત્રતા દિવસ 2022ના પાવનપર્વે અવશ્ય યાદ કરવું રહ્યું. તેમના માતાનું નામ મેહરીન અને પિતાનું નામ જહાંગીર હોમુસજી ભાભા હતું. તેમણે મુંબઇની ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયમાં અભ્યાસ કર્યો હતો. તેમના સમયમાં ભૌતિકવિજ્ઞાનમાં તેમની અદભૂત પકડ હતી. ભારતનો અવકાશવિજ્ઞાનમાં એકવીસમી સદીમાં Independence Day ડંકો વાગે છે તેના પાયામાં આ પારસી અણુવિજ્ઞાનીનું ખૂબ જ પ્રદાન છે. જેને લઇને તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા Remembering Parsi Gems ગણાય છે.

હોમી ભાભા Doctor Homi Bhabha જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતાં એ સમયે બીજું વિશ્વયુદ્ધ શરુ થયું હતું. જેથી સંશોધન પડતું મૂકી ભારત પાછા આવ્યાં હતાં. 1939માં તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલોરમાં સી વી રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી હતી. જે. આર. ડી. તાતાની મદદ વડે તેમણે મુંબઈમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પત્યાં બાદ અને ભારતને સ્વતંત્રતા મળ્યાં બાદ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની રજામંદીથી હોમી ભાભાએ અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો શરુ કર્યાં હતાં.

1948માં તેમણે એટૉમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. હોમી ભાભા જ આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ શરુ કર્યું. જે શૃખંલામાં 1955માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ બન્યાં હતાં. ભારતના આ મહાન પારસી સપૂતનું મૃત્યુ 1966ના રોજ માઉન્ટ બ્લાન્ક નજીક એક શંકાસ્પદ વિમાન દુર્ઘટનામાં થયું હતું.ભાભા અણુસંશોધન કેન્દ્રનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.

ભારતના અવકાશવિજ્ઞાનની સંસ્થાઓ અને તેમના બાદ થઇ ગયેલાં અણુવિજ્ઞાનીઓ ઉપર તેમનો Doctor Homi Bhabha ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે ત્યારે અવકાશમાં હરણફાળ ભરતાં ભારતના સૌ વાસીઓ માટે તેમનું પુણ્યસ્મરણ આઝાદી કા અમૃત મહોત્સવને Azadi ka Amrit Mahotsav વધુ સાર્થક બનાવી રહેશે.

આ પણ વાંચો Pateti 2022 આ વર્ષે બમણાં ઉત્સાહથી ઉજવણી થશે, પારસી પરંપરાઓની નોખીઅનોખી વાતો જાણો

ફિલ્ડમાર્શલ સેમ માણેકશા સાડા તેરસો વર્ષથી ભારતની ભૂમિમાં દૂધમાં સાકરની જેમ યથાર્થસ્વરુપે ભળી ગયેલા પારસીઓ ખુશમિજાજ, શાંત, સખાવતી અને ધર્મભીરુ સમુદાયના માનવામાં આવે છે. ત્યારે ભારતની આઝાદી પર પુનપુન ધસી આવતાં દુશ્મનોના દાંત ખાટા કરનારા ફિલ્ડમાર્શલ સેમ માણેકશા Field Marshal Sam Manekshaw જેવા પારસી મહાનુભાવને સ્વતંત્રતા દિવસ 2022ની ક્ષણોમાં ખૂબ સન્માનથી યાદ Remembering Parsi Gems કરી લઇએ. બેશક ભારતના મિલિટરી ક્ષેત્રમાં પૂર્વે લેફ્ટનન્ટ જનરલ એફ એલ બીલીમોરિયા અને મેજર પીઠાવાળા પણ એવું જ ગૌરવપ્રદ Independence Day નામ છે. ત્યારે પાકિસ્તાનના કાળા કરતૂતોનો જડબાતોડ જવાબ આપવાના સમયે જેમણે આગેવાની લીધી તેવા ભારતવાસીઓના લાડીલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા આઝાદી કા અમૃત મહોત્સવનું Azadi ka Amrit Mahotsav સાર્થક નામરુપ છે.

3 એપ્રિલ 1914ના રોજ તેમનો Field Marshal Sam Manekshaw જન્મ હીરબાઈ અને હોરમૂસજી માણેકશાના ઘેર અમૃતસરમાં થયો હતો. સામ માણેકશાના પિતા વલસાડથી ત્યાં શિફ્ટ થયાં હતાં. આગળ જતાં નૈનીતાલ શેરવૂડ કોલેજમાં ભણ્યાં હતાં. દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીની પહેલી બેચના કુલ 40 વિદ્યાર્થીઓમાંના એક સામ હતાં. અહીંથી જ તેમનું સેના કમિશન થયું હતું. ત્યારથી લઇને છેક 1973માં તેઓ સેવાનિવૃત્ત થયાં ત્યાં સુધીની તેમની આર્મી કેરિયરમાં તેઓ પાંચ પાંચ યુદ્ધોના બ્રેવહાર્ટ રહ્યાં જેને લઇને તેમને સેમ બહાદુર, સેમ ધ બ્રેવ તરીકે ઓળખવામાં આવે છે.

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેમનું માભોમની રક્ષા માટે શિરમોર Field Marshal Sam Manekshaw પ્રદાન રહ્યું છે. એ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતાં અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતાં. તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી. તેમની સૈન્ય કારકિર્દી વિશે પુસ્તકોના પુસ્તકો લખાયાં છે. અહીં ભારતની આઝાદીના સીમાચિહ્ન એવી 15 ઓગસ્ટની ઉજવણીને લઇને તેમને શતશત વંદન કરીએ છીએ. તેમનું નિધન 15 જાન્યુઆરી 1973ના રોજ તામિલનાડુના વેલિગ્ટનમાં આર્મી હોસ્પિટલમાં થયું હતું.

આ મહાનુભાવોના નામ પણ લોકજીભે રમે છે મનોરંજનની દુનિયામાં પારસી મહાનુભાવોનું નામ ન હોય તે તો કેમ બને. સદાના હસતાં હસાવતાં રહેતાં હળવાફૂલ હાસ્યવિનોદ કરતાં પારસીઓના આ ક્ષેત્રના પ્રદાનમાં આજની તારીખમાં પણ તમને ઘણાં જાણીતાં નામ Remembering Parsi Gems મળે છે. આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રારંભિક છાપકામમાં, નાટકમંચના વિકાસમાં અરદેશર ઇરાની તેમના પુત્રી અરુણા ઇરાની, ફિરોજ ઇરાની બોમન ઇરાની,યઝદી કરંજીયા Actor Yazdi karanjia ડેઇઝી ઇરાની સહિતના અનેક કલાકારો પારસી સમુદાયમાંથી આવે છે.

તો વિશ્વસ્તરે મહાન સંગીતકારનું સન્માન પામેલા ઝૂબીન મહેતા પણ પારસી છે. સોલી સોરાબજી, ફલી નરીમાન જેવા કાયદાક્ષેત્રના પારસી મહાનુભાવ, નરીમાન કોન્ટ્રાક્ટર સહિતના અન્ય ક્ષેત્રોમાં ઝળકતાં Independence Day રહેલાં ઝાઝેરાં મહાનુભાવો પારસી ધર્મના પાયાના મૂલ્યોને જીવંત રાખતાં વ્યક્તિત્વો છે. આવાં અનેક નામ ભારતની વિકાસગાથા Azadi ka Amrit Mahotsav સાથે જોડાયેલાં છે. ઈટીવી ભારત વતી પતેતી Pateti 2022ના મુબારકબાદ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.