ETV Bharat / city

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ બમણો કરાયો

author img

By

Published : Apr 2, 2021, 11:05 AM IST

Updated : Apr 2, 2021, 1:08 PM IST

અમદાવાદ એરૉપોર્ટ ખાતે અદાણીએ પાર્કિંગ ચાર્જમાં બે કલાક સુધીના રૂપિયા 80થી વધારી સીધા જ રૂપિયા 150 કરી દીધા છે. પાર્કિંગ ચાર્જ બમણો કરાતાં આગામી સમયમાં ભારે વિવાદ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

Ahmedabad News
Ahmedabad News
  • અમદાવાદ એરૉપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો
  • ફ્રી પાર્કિંગની સમય મર્યાદા માત્ર 5 મિનિટ કરી દેવાઈ
  • 30 મિનિટનો પાર્કિંગ ચાર્જ એક લીટર પેટ્ર્રોલ કરતા પણ વધારે

અમદાવાદ: શહેરમાં એરૉપોર્ટ ખાતે સ્વજનોને લેવા- મૂકવા કે પછી પ્રવાસ બાદ પ્રી- પેઇડ ટેક્સી ભાડે કરવા માગતા હશો. તો 1 એપ્રિલથી બમણો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. વાત એમ છે કે, અમદાવાદ એરપોર્ટનું મેનેજમેન્ટ કરતી અદાણીએ પાર્કિંગ ચાર્જમાં બે કલાક સુધીના રૂપિયા 80થી વધારી સીધા જ રૂપિયા 150 કરી દીધા છે. એટલે કે, રૂપિયા 70 વધારી લગભગ ડબલ કરી દીધા છે. એટલું જ નહીં ડોમેસ્ટિક એરપોર્ટ પર ફ્રી પાર્કિંગની સમય મર્યાદા માત્ર 5 મિનિટ કરી દેવામાં આવી છે. જે કોઇપણ કારણે શક્ય નથી. આમ, એક લીટર પેટ્રોલ કરતાં પણ અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ 30 મિનિટ માટે વધુ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. પાર્કિંગ ચાર્જ બમણો કરાતાં આગામી સમયમાં ભારે વિવાદ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે.

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ બમણો કરાયો

આ પણ વાંચો : આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન

5 મિનિટથી વધારે થશે તો 90 રૂપિયા ચાર્જ

અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વજનોને લેવા- મૂકવા માટે આવતા લોકોને પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. પાંચ મિનિટમાં તમારી કાર બહાર નહિ નીકળે તો તમારે રૂપિયા 90 પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. આ સમય માર્યાદા પહેલા 10થી 12 મિનિટ હતી. તે પણ કોમર્શિયલ કાર એટલે કે ઓલા- ઉબર માટે હતી.

પાર્કિંગનો કોન્ટ્રાક્ટ જીસેક કંપનીને સોંપવામાં આવ્યો

એરપોર્ટ પર આ સમય મર્યાદા પાંચ મિનિટ કરતા અગાઉ ભારે વિવાદ થયો હતો, ત્યારે આજ નીતિ અદાણીએ અપનાવી મર્યાદા પાંચ મિનિટ કરી દેતાં ભારે રોષ વ્યાપ્યો છે અને પ્રવાસીઓને રૂપિયા 90 ભરવા મજબૂર કર્યા છે. જે આગામી 30મી સુધી વેલીડ રહેશે. એરપોર્ટમાં થઇ રહેલી ચર્ચા અનુસાર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ પણ જીસેક કંપનીને સોંપવામાં આવ્યો છે. જેની સાથે અદાણીના પારિવારિક સંબધ હોવાનું મનાય છે. એટલે કે આ કોન્ટ્રાક્ટમાં પણ અદાણીએ સગાવાદ અપનાવ્યો છે. આમ, પેસેન્જર સહિત તમામ પ્રકારના કર્મચારીઓને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે એટલે કે ચારેબાજુ પાર્કિંગ ચાર્જના નામે ઉઘાડી લૂંટ ચલાવાશે.

આ પણ વાંચો : અમદાવાદ સહિત 5 એરપોર્ટને અપગ્રેડ અને ઓપરેટ કરશે અદાણી ગ્રુપ

સ્ટાફના પાર્કિંગ માટે પણ લેવાશે ચાર્જ લેવાશે

અમદાવાદ એરપોર્ટ પર વિવિધ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કસ્ટમ, ઇમિગ્રેશન, CISFના કર્મચારીઓ અને વિવિધ એરલાઈનના ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓને પણ ટુ- વ્હીલરના મહિને 250, 500 અને ફોર વ્હીલરનાં 500 ચૂકવવા પડશે. જે અત્યાર સુધી સ્ટાફ માટે પાર્કિંગ તદન ફ્રી હતું.

પ્રીપેડ ટેક્સી ચાલકો પર પણ હવે સવિર્સ ચાર્જ વધારી દીધો

આ ઉપરાંત એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ જો પ્રીપેડ ટેક્સી બુક કરાવશે તો પણ તેમને હવે વધારે ભાડું ચૂકવવું પડશે. અદાણીએ પ્રીપેડ ટેક્સી ચાલકો પર પણ હવે સવિર્સ ચાર્જ વધારી દીધો છે. ઓથોરિટી અત્યાર સુધી પર ટ્રિપે 120 રૂપિયા અને 30 રૂપિયા એસોસિએશન સર્વિસ ચાર્જ મળી કુલ 150 રૂપિયા ચાર્જ લેતા હતા. પરંતુ હવે પણ તેમાં અદાણીએ સીધા 55નો વધારો કરી દીધો છે. એટલે કે અદાણીને પર ટ્રીપે રૂપિયા 175 અને 30 રૂપિયા એસોસિએશન ચાર્જ મળી કુલ હવે રૂપિયા 205 ચૂકવવા પડશે.

Last Updated : Apr 2, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.