ETV Bharat / city

રથયાત્રા કે એના આગલા દિવસે ગમે ત્યાં પાર્કિગ કરતા પહેલા ચેતજો, જોઇ લો પોલીસનું જાહેરનામું - Ahmedabad Police Checking

રથયાત્રાનો દિવસ નજીક આવતા તૈયારીઓનો ધમધમાટ (Ahmedabad Rath Yatra Preparations) વધી ગયો છે. જગન્નાથ મંદિરે યાત્રા માટે દિવસ રાત તૈયારીઓ થઈ રહી છે. યાત્રા પહેલા મંદિરને સુશોભિત (Jagannath Temple Ahmedabad Decoration) કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે પણ (Ahmedabad Police Checking) સમગ્ર રૂટ પર ચેકિંગ કર્યું હતું. રૂટમાં આવતા પાર્કિંગ ખાલી કરાવી દીધા હતા. તો બીજી તરફ તારીખ 1 જુલાઈ સુધીમાં પ્રભુની જુદી જુદી પૂજાનો કાર્યક્રમ પણ ગોઠવાઈ ગયો છે. આ માટે વહેલી સવારથી મંદિર પરિસરમાં ચહલપહલ જોવા મળે છે.

રથયાત્રા કે એના આગલા દિવસે ગમે ત્યાં પાર્કિગ કરતા પહેલા ચેતજો,જાઈ લો પોલીસનું જાહેરનામું

author img

By

Published : Jun 27, 2022, 5:01 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં રથયાત્રાને (Ahmedabad Rath Yatra 2022) લઈને પોલીસ વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં રથયાત્રાના રુટ પર વાહનોની અવરજવર અને પાર્કિંગને (Ahmedabad Rath yatra Parking) લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કેટલાક નક્કી કરવામાં આવેલ રસ્તાઓ પર તારીખ 30 જૂન અને 1 જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું (Ahmedabad Rath Yatra Vehicle Parking) પાર્કિંગ થઈ શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રથયાત્રા કે એના આગલા દિવસે ગમે ત્યાં પાર્કિગ કરતા પહેલા ચેતજો,જાઈ લો પોલીસનું જાહેરનામું
રથયાત્રા કે એના આગલા દિવસે ગમે ત્યાં પાર્કિગ કરતા પહેલા ચેતજો,જાઈ લો પોલીસનું જાહેરનામું

આ પણ વાંચોઃ મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં ઘટાડો

સુરક્ષા ટુકડી આવીઃ હાલમાં રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે RAF અને SRP ની ટુકડીઓ પણ બહારથી અમદાવાદ આવી પોહચી છે. જ્યારે રથયાત્રાના રૂટ પર રથયાત્રાના દિવસે વાહનની અવરજવર પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઇમરજન્સી સેવા માટે આ રૂટ ચાલુ રહેશે.

રેલવે સ્ટેશન જનારા માટે અલગ વ્યવસ્થાઃ કાલુપુર સ્ટેશન આવતા મુસાફરોને તકલીફ ન પડે એ માટે રથયાત્રા પસાર થાય ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના મુસાફરો હેરાન ના થાય તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશન માટે AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા પ્રેમ દરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશનનો માર્ગ બંધ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદથી મકાન છાપરા ઉડ્યા, કેમેરામાં લાઈવ દ્રશ્યો થયા કેદ

ખાસ બસની સુવિધાઃ રેલ્વે સ્ટેશન જવાવાળા પ્રવાસીઓની સુવિધા માટે 89/3ની શટલની 8 બસ રહેશે. રથયાત્રા નિમિત્તે BRTS બસના કેટલાક રુટ પર ઈ-રીક્ષા રહેશે. પૂર્વ વિસ્તાર માટે સરકારી લીથો પ્રેસ કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, કાલુપુર રેલ્વે સ્ટેશન પર 4 ઈ-રીક્ષા રહેશે.

રથયાત્રા પહેલા ખાસ પૂજાના ટાઈમિંગ

તારીખ 29 જુનઃ સવારે 6 વાગ્યે ભગવાનની ગર્ભગૃહમાં પ્રવેશ, સવારે 7.30થી 10.30 સુધી નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી, સવારે 11 વાગ્યે સાધુસંતોનો ભંડારો - વસ્ત્રદાન કરવામાં આવશે.

30મી જુનઃ સવારે 10.30 વાગ્યે સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન, સવારે 10.45 વાગ્યે ગજરાજોનું પૂજન, બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા પૂજા, બપોરે 3 વાગ્યે રથનું પૂજન અને મહા આરતી, સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા આરતી થશે, સાંજે 8 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે.

1 જુલાઈઃ સવારે 4 વાગ્યે મંગળાઆરતી, સવારે 4.45 ખીચડાનો ભોગ ધરાવશે, સવારે 5 વાગ્યે ભગવાનના પાટા ખોલાશે, સવારે 7 વાગ્યે પહિંદવિધિ, સવારે 7.05 ત્રણેય રથનું પ્રસ્થાન, સાંજે 8 વાગ્યે રથો નિજમંદિર પરત ફરશે.

આ પણ વાંચોઃ પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી છવાયો અંધકાર

નીચેના રસ્તાઓ પર પાર્કિંગ નહીં થશે નહીં - જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ખમાસા,ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુંવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાક માર્કેટ, દાણા પીઠ ખમાસાથી જગન્નાથ મંદિર સુધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.