- અમદાવાદની ઘાટલોડિયામાં ત્રિપદા સ્કૂલમાં વાલીઓનો હોબાળો
- ગુજરાત બોર્ડમાં બાળકો ભણતા હતાં
- આ મામલે નિર્ણય પાછો ખેંચવા વાલીઓની માગ
અમદાવાદઃ ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલમાં CBSE બોર્ડ લાગુ પાડવાને લઇને વાલીઓનો હોબાળો સામે આવ્યો છે. જેમાં CBSE બોર્ડની ફી વધારે હોવાને કારણે વાલીઓ CBSE બોર્ડમાં એડમિશન આપવા સહમત નથી તેથી સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓએ સ્કૂલને રજૂઆત કરીને જણાવ્યું હતું કે, અમે વાલીઓ વર્ષોથી અમારા બાળકોને તમારી સ્કૂલમાં ગુજરાત બોર્ડમાં ભણાવીએ છીએ. અમે જ્યારે અમારા બાળકને સ્કૂલમાં દાખલ કરીએ છીએ ત્યારે ઘણા બધા પરિબળો વિચારીને જ સ્કૂલમાં એડમિશન લઈએ છીએ. વાલીઓએ કહ્યું કે આ પ્રકારે LC લઈ જવાનું કહેવું, લેટર મોકલવો તમારી સંસ્થામાં વર્ષોથી ભણતા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે આઘાત સમાન છે. વાલીઓ આ બાબતે માનસિક પીડા અનુભવી રહ્યાં છે.
- શિક્ષણ માટે વાલીઓને ગર્ભિત ધમકી
આ રીતે અધવચ્ચેથી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા તથા વાલીઓના માથે ભાર નાખવો કે CBSEમાં એડમિશન લઈ લો અથવા એલ.સી લઈને બીજી કોઈ સ્કૂલમાં દાખલ થઈ જાવ તે પ્રવૃત્તિ ગુજરાતના શિક્ષણ સમાજ માટે નિંદનીય છે.

આ મામલે વાલીઓએ માગણી કરી છે કે, તાત્કાલિક અસરથી આ નિર્ણય પાછો ખેંચવામાં આવે અને તેમના બાળકો ગુજરાત બોર્ડમાં ત્રિપદા સ્કૂલમાં જ અભ્યાસ કરવા માંગે છે. સ્કૂલે મોકલેલા લેટરને વાલીઓએ ફગાવી કર્યો છે.
અમદાવાદની ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલમાં વાલીઓનો હોબાળો - Parents Protest
અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં આવેલા ત્રિપદા સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો.. જેમાં ત્રિપદા સ્કૂલ દ્વારા સ્કૂલમાં ભણતા વાલીઓને જાણ કરવામાં આવી હતી કે, ત્રિપદા સ્કૂલમાં હવે CBSE બોર્ડ લાગુ થઈ ગયું છે. ત્યારે બાળકોને CBSE સ્કૂલમાં એડમિશન અપાવો અથવા LC લઈ જાવ. જેને લઈને વાલીઓએ હોબાળો કર્યો હતો.
અમદાવાદની ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલમાં વાલીઓનો હોબાળો