અમદાવાદઃ નકલી નોટ કેસમાં પાકિસ્તાની નાગરિકને નિર્દોષ જાહેર કરાતા રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટે પણ પાકિસ્તાની નાગરિકને નકલી નોટ કેસમાં ક્લીન ચીટ આપી છે. સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી ક્લીન ચીટ બાદ હવે પાકિસ્તાની નાગરિકના વતન પરત ફરવાની શક્યતા વધી ગઈ છે.
નકલી નોટ કેસમાં સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તમામ ન્યાય પાલિકા દ્વારા પાકિસ્તાની નાગરિકને ક્લીન ચીટ આપતા હવેએ પોતાના વતન ફરી શકે એવી સંભાવના છે. નોંધનીય છે કે, દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઈકમિશ્નરે ગુજરાત હાઇકોર્ટમાં તેમના નાગરિકનો કબજો મેળવવા માટે અરજી દાખલ કરી હતી.
આ અરજી દાખલ થતાં રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે, હવે નકલી નોટ કેસમાં સુપ્રીમ કોર્ટથી મળેલી ક્લીન ચીટ બાદ ઘરે પરત ફરવાની શક્યતા વધી ગઈ છે.
લગભગ 4 વર્ષ અગાઉ લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાની નાગરિક ભારત આવ્યો હતો અને ત્યાં નકલી નોટ કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.